પાકિસ્તાન જઇ રહેલું પાણી રોકવા મામલે ભાજપના આ નેતાએ કરી મોટી વાત

By : kavan 12:13 PM, 22 February 2019 | Updated : 12:14 PM, 22 February 2019
દિલ્હી: પુલવામા હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. ત્યારે પાકિસ્તાનને શબક શીખવાડવા માટે ભારતથી પાકિસ્તાન જઈ રહેલી નદીઓનું પાણી રોકવાની પણ માગ સતત ઉભી થઈ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે, ભારતના અધિકારવાળી ત્રણેય નદીઓનું પાણી પાકિસ્તાન જતા રોકવામાં આવશે. આ નદીનું પાણી યમુના નદીમાં છોડવામાં આવશે. 

તેમની આ જાહેરાતે પાકિસ્તાન સાથે બદલો લેવાની વાતથી અનેક સવાલો પણ ઉભા થયા છે. બાગપતમાં યમુના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના શિલાન્યાસ માટે પહોંચેલા કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બન્યા બાદ જે આપણી ત્રણ નદીઓ પાકિસ્તાનને મળી અને ત્રણ ભારતને મળી.
  આપણી ત્રણ નદીઓના અધિકારનું પાણી પાકિસ્તાનમાં જવા દેવામાં આવશે નહીં. હવે તેના પણ ત્રણ પ્રોજેક્ટ ચાલુ કરીને આ પાણીને યમુના નદીમાં પરત લાવવામાં આવશે. ત્યારે તેમના આ નિવેદનથી ભારે વિવાદ પણ થયો.

જાણો, 1960માં પાક. સાથે કેવી રીતે થઇ હતી સમજૂતીઃ
તમને જણાવી દઇએ કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1960માં થયેલ સિંધુ જળ સમજૂતી પૂર્વ તરફ વહેનાર નદીઓ- બ્યાસ, રાવી અને સતલુજને માટે થયેલ છે. આ સમજૂતી અંતર્ગત ભારતને 3.3 કરોડ એકર ફીટ પાણી મળ્યું છે. જ્યારે પાકિસ્તાનને 80 એમએએફ પાણી આપવામાં આવેલ છે.

વિવાદાસ્પદ એ છે કે સંધિ અંતર્ગત પાકિસ્તાનને ભારતથી વધારે પાણી મળે છે, જેનાંથી અહીં સિંચાઇમાં પણ આ પાણીનું સીમિત રીતે ઉપયોગ થઇ શકે છે. માત્ર વિજળીનાં ઉત્પાદનમાં આનો વધારે ઉપયોગ થાય છે. આ સાથે જ ભારત પર પરિયોજનાઓનાં નિર્માણને માટે પણ સટીક નિયમ બનાવવામાં આવેલ છે.Recent Story

Popular Story