બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / pushpa 2 actor allu arjun hikes his fees

મનોરંજન / 'પુષ્પા 2' ને લઇ અલ્લુ અર્જુને ફીમાં કર્યો 30 ટકાનો વધારો, હવે માત્ર એક ફિલ્મ માટે વસૂલશે આટલાં કરોડ

Published By: Arohi

Last Updated: 02:47 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Allu Arjun Hike His Fees: સાઉથ સિનેમાના ટોપ એક્ટર્સમાંથી એક અલ્લૂ અર્જૂન હાલ પોતાની ફિલ્મ પુષ્પા-2ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ પહેલા જ એક્ટરની ફીસમાં 30% વધારાની ખબર ચર્ચામાં છે.

અલ્લૂ અર્જૂનની અપકમિંગ ફિલ્મ સુકુમારની પુષ્પા-2 ધ રૂલ શરૂઆતથી જ લોકોની વચ્ચે ખૂબ ચર્ચામાં રહી. હાલમાં જ ખબર આવી કે આ ફિલ્મે રિલીઝ પહેલા જ 1200 કરોડની કમાણી કરી નાખી. હવે ખબર આવી રહી છે કે એક્ટર અલ્લૂ અર્જૂને પણ પોતાની ફીમાં વધારો કરી નાખ્યો છે. અને તે પણ 30 ટકાનો. 

 

હવે આટકા કરોડ ચાર્જ કરે છે અલ્લૂ અર્જૂન 
લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર સામાન્ય રીતે જ્યાં એક્ટર પોતાની ફિલ્મ માટે અત્યાર સુધી 100 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. ત્યાં જ હવે તેમની ફી વધી ગઈ છે. જાણકારી અનુસાર એક્ટરે પોતાની ફી વધારીને હવે 150 કરોડ રૂપિયા કરી દીધી છે. જોકે સાઉથ સિનેમાના કલાકારો માટે ફીની આટલી મોટી રકમ ખૂબ જ સામાન્ય વાત છે.

વધુ વાંચો: જાણો ટપ્પુએ કેમ તારક મહેતા શોને કહ્યું અલવિદા, કહ્યું 'મારી આ સફર ઘણી સુંદર હતી, પરંતુ...'

રિલીઝ પહેલા 570 કરોડની ડીલ 
ત્યાં જ 15 ઓગસ્ટ 2024એ રિલીઝ થવા જઈ રહેલી પુષ્પા-2ના પ્રી રિલીઝ કલેક્શનને લઈને અમુક જાણકારીઓ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અપકમિંગ ફિલ્મ પુષ્પા-2ના હિંદી ડબ વર્ઝન માટે 200 કરોડ રૂપિયા ડીલ થઈ છે. ત્યાં જ નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ભારતમાં ડિસ્ટ્રીબ્યૂશન માટે 270 કરોડ રૂપિયામાં થિએટર રાઈટ્સ વેચાયા છે. એટલે કે કુલ મળીને રિલીઝ પહેલા 570 કરોડની ડીલ થઈ ગઈ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Fees Pushpa 2 allu arjun અલ્લૂ અર્જૂન Bollywood News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ