બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિદ્યાર્થીઓને લઇ અમેરિકાએ નિયમ સખ્ત કર્યા, જાણો ભારતીયોને શું-શું મુશ્કેલી પડશે?

NRI / વિદ્યાર્થીઓને લઇ અમેરિકાએ નિયમ સખ્ત કર્યા, જાણો ભારતીયોને શું-શું મુશ્કેલી પડશે?

Published By: Bijal Vyas

Last Updated: 11:31 AM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Students Visa Rules 2026: યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ તે લાંબા સમયથી અમલમાં રહેલી નીતિ સમાપ્ત કરી છે, જે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન કોઈ નિશ્ચિત સમયમર્યાદા વિના અમેરિકામાં રહેવાની મંજૂરી આપતી હતી.

અમેરિકાએ વિદેશ વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારો માટેના વિઝા નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ લાંબા સમયથી અમલમાં રહેલી તે નીતિ રદ કરી છે જે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન કોઈ નિશ્ચિત સમયમર્યાદા વિના અમેરિકામાં રહેવાની મંજૂરી આપતી હતી. નવા નિયમો હેઠળ, F, J અને I વિઝા ધરાવનારાઓ માટે રોકાણનો ચોક્કસ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડવાની શક્યતા છે, કારણ કે અમેરિકામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં તેમનો ભાગ સૌથી મોટો છે.

અમેરિકન સરકારનું કહેવું છે કે આ ફેરફારનો ઉદ્દેશ્ય ઇમિગ્રેશન વ્યવસ્થાને મજબૂત બનાવવાનો, વિઝાના દુરુપયોગને રોકવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ સુદ્રઢ કરવાનો છે. બીજી તરફ, શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે લાંબા ગાળાના અભ્યાસક્રમો કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે આનાથી પ્રક્રિયાગત અવરોધો અને પડકારો વધી શકે છે.

શું બદલાયો છે નવા વિઝા નિયમોમાં?

નવા નિયમો હેઠળ, F સ્ટુડન્ટ , J એક્સચેન્જ વિઝિટર અને I પત્રકાર વિઝા ધરાવતા લોકોને હવે અનિશ્ચિત સમય માટે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લાંબા સમય સુધી રોકાવાની પરવાનગી આપવામાં આવશે નહીં. F અને J વિઝા ધારકોને માત્ર તેમના અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન જ અને તેમાં પણ વધુમાં વધુ ચાર વર્ષ સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી મળશે. આ ઉપરાંત, અભ્યાસ પૂર્ણ કર્યા પછી અથવા અન્ય સંસ્થામાં ટ્રાન્સફર કરતી વખતે તમારે યુનાઇટેડ સ્ટેટ્સ છોડવા માટે વિઝા મેળવવાની જરૂર પડી શકે છે; તેમજ સ્ટેટસ બદલવા માટે અગાઉ મળતો 60 દિવસનો ગ્રેસ પિરિયડ ઘટાડીને 30દિવસ કરવામાં આવ્યો છે. પત્રકારો માટે વિઝાની મહત્તમ અવધિ 240 દિવસ નક્કી કરવામાં આવી છે, જ્યારે ચીની નાગરિકો માટે આ મર્યાદા ૯૦ દિવસની રહેશે.

visa-simple_0

જૂના નિયમોમાં શું હતી વ્યવસ્થા?

અત્યાર સુધી વિદેશી વિદ્યાર્થીઓ માટે ડ્યુરેશન ઓફ સ્ટેટસનો નિયમ લાગુ પડતો હતો. આ નિયમ હેઠળ, વિદ્યાર્થીઓ ત્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહી શકતા હતા જ્યાં સુધી તેઓ કોઈ માન્ય સંસ્થામાં પૂર્ણ-સમયનો અભ્યાસ કરતા હોય અને તેમના વિઝાની શરતોનું પાલન કરતા હોય. આ વ્યવસ્થા હેઠળ તેમના રોકાણ માટે કોઈ નિશ્ચિત અંતિમ તારીખ નહોતી. પરિણામે, વિદ્યાર્થીઓ જરૂરિયાત મુજબ તેમના અભ્યાસક્રમો બદલી શકતા, યુનિવર્સિટી બદલી શકતા, ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમોમાં જોડાઈ શકતા અને 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' (OPT) તથા 'STEM OPT' જેવી પ્રવૃત્તિઓ પૂર્ણ કરી શકતા હતા.

હવે આગળ અભ્યાસ ચાલુ રાખવા માટે શું કરવું પડશે?

જો કોઈ વિદ્યાર્થીનો અભ્યાસક્રમ ચાર વર્ષથી વધુ ચાલે છે, તો તેમણે યુએસમાં રોકાણ વધારવા માટે ઔપચારિક રીતે યુએસ નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓને અરજી કરવી પડશે. આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક વેરિફિકેશન, બેકગ્રાઉન્ડ તપાસ અને અન્ય સુરક્ષા તપાસનો સમાવેશ થશે. જ્યારે યુનિવર્સિટીઓ અગાઉ વિઝાની અવધિ લંબાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતી હતી, ત્યારે હવે અંતિમ નિર્ણય સીધો યુએસ ફેડરલ એજન્સીઓ પાસે રહેશે.

આ પણ વાંચોઃ ભારતીય વર્કર્સની મુશ્કેલી વધારવાની તૈયારીમાં ટ્રમ્પ સરકાર, સાંભળીને લાગશે ઝટકો

ભારતીય વિદ્યાર્થી પર શું થશે અસર?

ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવાના સ્થળોમાં અમેરિકા સૌથી વધુ પસંદગીના દેશોમાંનું એક છે. 'ઓપન ડોર્સ રિપોર્ટ' અનુસાર, 2024-25ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 3.63 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા હતા, જે ત્યાંના કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના લગભગ 31 ટકા છે. આ વિદ્યાર્થીઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ PhD પ્રોગ્રામ્સ, સંશોધન-આધારિત માસ્ટર્સ અભ્યાસક્રમો અને વિસ્તૃત શૈક્ષણિક કાર્યક્રમોમાં નોંધાયેલા છે. નવા નિયમો અમલમાં આવ્યા પછી, આવા વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે વધારાની સરકારી મંજૂરી મેળવવી પડશે. આનાથી અરજી પ્રક્રિયા લાંબી થઈ શકે છે અને વહીવટી ઔપચારિકતાઓ વધી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

f1 visa duration changes us students visa rules 2026 impact on indian students

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ