ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:08 AM, 20 November 2026
ADVERTISEMENT
અકવાન વાવાઝોડું દરિયા કાંઠે ટકરાઈ ગયું છે જેને કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ શરૂ વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને પગલે 3 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યાં હતા.
ADVERTISEMENT
#WATCH | Odisha: As the landfall process of Cyclone Akvan begins, the district administration has further tightened safety measures along the seashore. Meanwhile, rough seas and strong winds conditions persist at the Puri beach. https://t.co/bnfDJJXMO9
— ANI (@ANI) November 20, 2026
ADVERTISEMENT
ઓડિશામાં આશરે 3 લાખ લોકોને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. તેમના માટે 2,523 રાહત શિબિરો બનાવ્યા છે અને 423 રેસ્ક્યૂ ટીમો તૈનાત કરવામાં આવી છે. પૂર્વ તટ રેલવેએ 41 ટ્રેનો જ્યારે દક્ષિણ પૂર્વ રેલવેએ 28 એક્સપ્રેસ ટ્રેનો રદ કરી છે. ત્યાં જ 29 નો સમય બદલ્યો છે. ચક્રવાતની અસર 10 રાજ્યોમાં રહેશે.
ADVERTISEMENT
અકવાન આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાવાનું અનુમાન હતું પરંતુ તેણે માર્ગ બદલી નાખ્યો અને હવે તે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વચ્ચે ટકરાશે. દરમિયાન, ન્યૂઝ એજન્સી ANIએ વાવાઝોડું ગુરુવારે જ કાંઠે ટકરાશે તેવી માહિતી આપી હતી, બાદમાં જણાવ્યું કે તે શુક્રવારે ટકરાશે.
ADVERTISEMENT
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સોમપેટા વિસ્તારમાં સમુદ્રમાં ઊંચા મોજાં ઉછળી રહ્યાં છે.
ADVERTISEMENT
ઓડિશાના ગોપાલપુર તટ પર સમુદ્રમાં તોફાન અને ભારે વરસાદ થઈ રહ્યો છે. આ કારણથી અધિકારીઓએ બીચ પર જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને પોલીસ તથા કોસ્ટ ગાર્ડના જવાનોને તૈનાત કરી દીધા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.