ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / કેનેડામાં ખુલ્યો PRનો નવો રસ્તો, ભારતીય વર્કર્સને થશે સીધો ફાયદો! કેવી રીતે?

NRI / કેનેડામાં ખુલ્યો PRનો નવો રસ્તો, ભારતીય વર્કર્સને થશે સીધો ફાયદો! કેવી રીતે?

Published By: Bijal Vyas

Last Updated: 10:02 AM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada PR For Indians:કેનેડામાં એવા કાર્યક્રમો ચાલે છે જેના દ્વારા વ્યક્તિઓ કાયમી રહેઠાણનો દરજ્જો (PR) મેળવી શકે છે. દર વર્ષે, હજારો લોકો આ કાર્યક્રમો દ્વારા PR દરજ્જો પ્રાપ્ત કરે છે. હાલમાં, આવા જ એક કાર્યક્રમને ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. આવો આજે તેના વિશે વિગતવાર જાણીએ.

ADVERTISEMENT

Canada REDI Program For PR : શું તમે કેનેડામાં કાયમી નિવાસ (PR) મેળવવા માંગો છો? જો એમ હોય, તો તમારા માટે સારા સમાચાર છે. કેનેડાના ઓન્ટારિયો પ્રાંતે તેની 'રિજનલ ઇકોનોમિક ડેવલપમેન્ટ થ્રુ ઇમિગ્રેશન' (REDI) પહેલનો નવો તબક્કો શરૂ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ, કુશળ વિદેશી કામદારોને કાયમી નિવાસ મેળવવાની વધારાની તક મળી શકે છે, શરત એટલી જ કે તેઓ 'ગ્રેટર ટોરોન્ટો એરિયા' (GTA) ની બહારના નિર્ધારિત સ્થળોએ રહેવા અને કામ કરવા માટે તૈયાર હોય.

આ કાર્યક્રમ 31 ડિસેમ્બર, 2027 સુધી 'ઓન્ટારિયો ઇમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામ' (OINP) હેઠળ કાર્યરત રહેશે. તેનો ઉદ્દેશ્ય પ્રાદેશિક કંપનીઓને કુશળ વિદેશી કામદારોની ભરતી કરવામાં મદદ કરવાનો છે, જેથી એવી ખાલી જગ્યાઓ ભરી શકાય જે સ્થાનિક સ્તરે કર્મચારીઓ મેળવીને ભરી શકાતી નથી. ઇમિગ્રેશન કાયદાકીય પેઢીના જણાવ્યા અનુસાર, આ નવા તબક્કા હેઠળ 6 કમ્યુનિટીને પ્રોવિંશિયલ નોમિનેશન મેળવવાની તક મળશે. આ કમ્યુનિટી છે: ગ્રેટર સડબરી, કેનોરા ડિસ્ટ્રિક્ટ, નિપિસિંગ ડિસ્ટ્રિક્ટ, રેની રિવર ડિસ્ટ્રિક્ટ, રેનફ્રુ કાઉન્ટી અને થન્ડર બે.

ટોરન્ટોની બહાર રહાનારા લોકો માટે સારો પ્રોગ્રામ

આ 6 કમ્યુનિટી અને ડિસ્ટ્રિક્ટની પસંદગી,સ્કિલ વિદેશી કામદારોની તેમની જરૂરિયાત તેમજ નવા આવનારાઓને આકર્ષવાની અને તેમને સહકાર આપવાની તેમની ક્ષમતાના આધારે કરવામાં આવી છે. પસંદગી પ્રક્રિયામાં સ્થાનિક સ્તરે શ્રમિકોની અછત, વ્યવસાયોની ભાગીદારી અને સ્થળાંતર કરનારાઓને તેમના નવા સમુદાયોમાં ભળવામાં મદદ કરવા માટેની સેટલમેન્ટ સર્વિસ'ની ઉપલબ્ધતા જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ પહેલ ખાસ કરીને એવા ભારતીય કામદારો માટે ખૂબ જ સુસંગત છે જેઓ ટોરોન્ટો અને તેની આસપાસના શહેરી કેન્દ્રોની બહાર રહેવા માટે તૈયાર છે.

REDI પહેલ હેઠળ કોણ અપ્લાઇ કરી શકે છે?

  • આ યોજના એવા કુશળ કામદારો માટે છે જેઓ 6 કમ્યુનિટીમાંથી કોઈ એકમાં રહેવા અને કામ કરવા ઈચ્છે છે.
  • કુશળ કામદારોએ OINP ની લાગુ પડતી એલિજિબિલિટી જરૂરિયાતોને પૂર્ણ કરવી આવશ્યક છે. તેમની પાત્રતા સંબંધિત ઇમિગ્રેશન પાથવે અને તેમની વ્યક્તિગત પરિસ્થિતિઓ પર આધારિત રહેશે.
  • REDI માટે કોઈ અલગ અરજી પ્રક્રિયા નથી. ઉમેદવારોને નિયમિત OINP પ્રક્રિયા દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે, શરત એટલી કે તેઓ લાગુ પડતા સ્ટ્રીમની જરૂરિયાતોને પૂર્ણ કરતા હોય.
  • ભારતીય અરજદારોએ આગળ વધતા પહેલા વર્તમાન 'પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ'ના માપદંડો તપાસી લેવા જોઈએ.

પરમેનેન્ટ રેજિડેન્સીનો પ્રોસેસ કેવી રીતે કામ કરશે?

  • આ કાયમી નિવાસ પ્રક્રિયામાં પ્રોવિંશિયલ અને ફેડરલ બંને અધિકારીઓ સામેલ છે.
  • ઓન્ટારિયો સૌપ્રથમ તેના પ્રોવિંશિયલ નોમિનેશન પ્રોગ્રામ હેઠળ લાયક ઉમેદવારોનું મૂલ્યાંકન કરશે.
  • ઓન્ટારિયો તરફથી પ્રોવિંશિયલ નોમિનેશન મેળવવાનો અર્થ એ છે કે વર્કરને કેનેડામાં કાયમી નિવાસ માટે સપોર્ટ મળશે.
  • ત્યારબાદ ફેડરલ સરકાર એટલે કે, કેન્દ્ર સરકાર પરમાનેન્ટ રેજિડેન્સી માટેની અરજીનું મૂલ્યાંકન કરશે.
  • પ્રોવિંશિયલ નોમિનેશન મેળવવાથી આપમેળે કાયમી રહેઠાણની ગેરંટી મળતી નથી, કારણ કે કામદારોએ હજુ પણ ચોક્કસ ઇમિગ્રેશન આવશ્યકતાઓ પૂર્ણ કરવી આવશ્યક છે.

ભારતીય વર્કર્સને હવે શું કરવું છે?

આ પહેલ પર વિચાર કરતા વિદેશી કામદારોએ સૌપ્રથમ એ નક્કી કરવું જોઈએ કે શું તેઓ સહભાગી સમુદાયોમાંથી કોઈ એકમાં સ્થાયી થવા અને કામ કરવા માટે તૈયાર છે કે કેમ. ત્યારબાદ, તેમણે OINPની વર્તમાન જરૂરિયાતોની સમીક્ષા કરવી જોઈએ અને તેવા ઇમિગ્રેશન સ્ટ્રીમની ઓળખ કરવી જોઈએ જે તેમની લાયકાત અને સંજોગો સાથે સૌથી વધુ અનુકુળ હોય.

આ પણ વાંચોઃ અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ, અનેક લોકોએ નોકરી અને ફોન નંબર બદલ્યા

ઉમેદવારોએ એવું ન માનવું જોઈએ કે, આ યોજના નોકરીની ઓફર, પ્રોવિંશિયલ નોમિનેશન અથવા કાયમી નિવાસની ખાતરી આપે છે. તેમણે નામાંકન ફાળવણી અને કાર્યક્રમના અમલીકરણ અંગેની માહિતી માટે ઓન્ટારિયો સરકારના ઓફિશિયલ અપડેટ્સ પર નજર રાખવી જોઈએ. REDI કાર્યક્રમ વિશેની ઓફિશિયલ માહિતી ઓન્ટારિયો સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Immigration Initiative Canada Ontario Reopens Permanent Residence

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ