ન્યૂઝ અપડેટ્સ
VTV / NRI News / અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ, અનેક લોકોએ નોકરી અને ફોન નંબર બદલ્યા
Last Updated: 05:19 PM, 24 October 2026
ADVERTISEMENT
અમેરિકામાં ઇમિગ્રેશનની સ્થિતિ અનિશ્ચિત હોય તેવા ગુજરાતીઓ માટે હવે ઘર બહાર નીકળવું પણ જોખમભર્યું બની ગયું છે. અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ) એજન્સી દ્વારા પકડીને દેશનિકાલ કરી દેવામાં આવશે તેવો ડર તેમને સતાવી રહ્યો છે.
ADVERTISEMENT
ધરપકડ અને દેશનિકાલનો ભય એટલો વધી ગયો છે કે કેટલાક લોકો પોતાની ઓળખ બદલીને રહેવા લાગ્યા છે. તેઓ નોકરી અને ફોન નંબર બદલી રહ્યા છે એટલું જ નહીં, દેશનિકાલનું જોખમ વધે તો પણ ઇમિગ્રેશન કોર્ટની સુનાવણીમાં હાજર રહેવાનું ટાળી રહ્યા છે.
અમેરિકામાં ઇમિગ્રેશનના નિયમોનો અમલ વધુ કડક બનતાં ઘણા ગુજરાતીઓ હવે એવા નાણાકીય વ્યવહારો પણ ટાળી રહ્યા છે, જેનો લેખિત રેકોર્ડ રહી શકે. કેટલાકે તો કાયદાકીય પ્રતિનિધિત્વ લેવાનું પણ છોડી દીધું છે. વકીલ પાછળ હજારો ડોલર ખર્ચવા છતાં અમેરિકામાં રહેવાની મંજૂરી મળશે કે નહીં તેની ખાતરી નથી.
ADVERTISEMENT
તાજેતરમાં જાહેર સ્થળોએથી ગુજરાતીઓની અટકાયત કરીને તેમને દેશનિકાલ કરવાના કેટલાક કિસ્સા સામે આવ્યા બાદ આ ભય વધુ ઘેરો બન્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કરજીસણ ગામના ચાર યુવકોને ટેનેસી રાજ્યના એક પેટ્રોલ પંપ પરથી આઇસીઇના અધિકારીઓએ અટકાયતમાં લીધા હતા. એ જ દિવસે તેમને દેશનિકાલ કરી દેવામાં આવ્યા હતા. અન્ય એક કિસ્સામાં મહેસાણા જિલ્લાના ભાટાસણ ગામની ૩૪ વર્ષીય મહિલાની ફ્લોરિડાના એક શોપિંગ મોલમાંથી અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને તેના ચાર વર્ષના પુત્ર સાથે દેશનિકાલ કરવામાં આવી હતી. આ બાળક અમેરિકાનો નાગરિક હતો.
દેશનિકાલના ડરે કોર્ટની સુનાવણી ટાળવાની તૈયારી
ADVERTISEMENT
અમેરિકામાં રાજકીય પ્રવૃત્તિઓના કારણે સતામણીનો ભોગ બનવાનો દાવો કરીને આશ્રય માગનાર એક ગુજરાતી માટે ધરપકડનો ડર એટલો વધી ગયો છે કે તે આગામી ઇમિગ્રેશન કોર્ટની સુનાવણીમાં હાજર ન રહેવાનું વિચારી રહ્યો છે. સુનાવણીમાં ગેરહાજર રહેવાથી તેની સામે દેશનિકાલનો આદેશ થઈ શકે છે એ વાત તે જાણે છે. આમ છતાં તેના કેસથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર તે કોર્ટમાં હાજર થવા તૈયાર નથી. તેણે પોતાનો ફોન નંબર બદલી નાખ્યો છે, ચેક દ્વારા પગાર મેળવવાનું બંધ કર્યું છે અને કરવેરાની ચુકવણી પણ અટકાવી દીધી છે. અમેરિકામાં શક્ય તેટલી વધુ કમાણી કરીને ત્યાં જ રહેવું તેની પ્રાથમિકતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ AIથી વિઝા એપ્લિકેશન લખાવડાવી ભારે પડી, 64 % ભારતીયોના Visa રદ
ADVERTISEMENT
વકીલ પાછળ લાખો રૂપિયા ખર્ચવા છતાં અનિશ્ચિતતા
શિકાગોમાં રહેતા અન્ય એક ગુજરાતી માટે આ અનિશ્ચિતતા ભારે આર્થિક બોજ બની છે. તેણે પોતાના પરિવારની આશ્રય અરજી સંભાળવા માટે ન્યૂયોર્કના ઇમિગ્રેશન વકીલને આશરે ૫૦,૦૦૦ ડોલર એટલે કે અંદાજે રૂ. ૪૭ લાખ ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું, જોકે વકીલે મુસાફરી, રહેવા અને અન્ય ખર્ચ માટે વધુ ૮,૦૦૦ ડોલર એટલે કે આશરે રૂ. ૭.૬ લાખની માગણી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પછી તેણે પોતાની પત્ની અને પુત્રીને નિર્ધારિત આઇસીઇ મુલાકાત માટે મોકલ્યાં નહોતાં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો