ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / સ્કૂલમાં આચાર્યની મંજૂરી વગર બહારના લોકોની 'નો એન્ટ્રી', જાણો બીજા શું નિયમો, સરકારનો પરિપત્ર

ગાંધીનગર / સ્કૂલમાં આચાર્યની મંજૂરી વગર બહારના લોકોની 'નો એન્ટ્રી', જાણો બીજા શું નિયમો, સરકારનો પરિપત્ર

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 08:53 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોની સુરક્ષા અને ગોપનીયતા જળવાય તે હેતુથી ગુજરાતના શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે.

ADVERTISEMENT

શાળા સંચાલકો સામે આખરે શિક્ષણ વિભાગ ઝૂક્યું છે. શાળા સંચાલકોની માંગ આખરે સરકારે સ્વીકારી લીધી છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળા પરિસરમાં પ્રવેશ પર મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શાળા પરિસરમાં બિનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોકે આચાર્યની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. તે ઉપરાંત શાળામાં આવનાર દરેક મુલાકાતીએ પ્રવેશ કરતા પહેલા રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવી પડશે. પૂર્વ મંજૂરી વિના શાળામાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઇન્ટરવ્યુ કે લાઇવ સ્ટ્રીમિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્ગખંડ કે રમતના મેદાનમાં જવા માટે પણ આચાર્યની લેખિત પરવાનગી ફરજિયાત બનાવાઈ છે. નિયમ ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી સહિતની સૂચનાઓ સાથે પરિપત્ર જાહેર કરાયો છે.

શિક્ષક સંઘે કરી હતી માંગ

છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્કૂલોમાં જઈને ત્યાંની સ્થિતિ ચેક કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસના પણ કેટલાંક નેતાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં જઈને તપાસ કરીને ત્યાંની સ્થિતિ બહાર લાવી રહ્યા હતા. જે સમયે શિક્ષક સંઘ દ્વારા પત્ર લખીને શાળાઓમાં બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે માંગ કરવામાં આવી હતી જે પછી શિક્ષણ વિભાગે આ પગલું ભર્યું હતું.

અધિકૃત સરકારી અધિકારીઓ સ્કૂલોમાં આવી શકશે

સ્કૂલોમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે પંરતુ સત્તાવાર ફરજ બજાવવા માટે નિયમસર અધિકૃત સરકારી અધિકારીઓને આ નિયમમાંથી બાકાત રખાયા છે.

વધુ વાંચો : સુસાઈડ નોટ લખી ભાવનગર ACB કોન્સ્ટેબલ ગુમ, મોબાઈલ-ચાવી મળ્યા, DYSP-PI પર ઊઘરાણીનો આક્ષેપ

બિનઅધિકૃત વ્યક્તિ સ્કૂલમાં ન જાય તો આચાર્યે શું કરવું?

શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ વ્યક્તિ પરવાનગી વિના સ્કૂલમાં પ્રવેશ કરે, સ્કૂલ પરિસર છોડવાનો ઇનકાર કરે, અનધિકૃત રીતે ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવાનો પ્રયાસ કરે તો આચાર્યએ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી અથવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ