નૂતન વર્ષના પ્રથમ દિવસે વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો. ગોવર્ધન પૂજા બાદ ભગવાન સમક્ષ 1200થી વધુ વાનગીઓનો દિવ્ય અન્નકૂટ ધરાવાયો.
રાજ્યમાં સ્કૂલ અને કોર્ટ બાદ હવે વડોદરા, અમદાવાદ, સુરતની બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેઈલ મળતા બોમ્બ સ્કવોડ અને પોલીસની ટીમે બેંકમાં તપાસ હાથ ધરી.
રાત્રિના શાંત વાતાવરણમાં અચાનક થયેલા એક જોરદાર ધડાકાએ વડોદરાના રામવાડી વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. રસ્તા પર આગમાં લપેટાયેલી કાર જોવા ઉમટેલા લોકો કંઈ સમજે તે પહેલાં જ કારમાં રહેલા CNG સિલિન્ડરમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો.