ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / તહેવાર ટાણે સુરતમાં રફ્તારનો કહેર યથાવત, કેબલ બ્રિજ પર કાર ડિવાઈડર સાથે અથડાઈને 15 ફૂટ ફંગોળાઈ
Last Updated: 02:45 PM, 11 November 2026
ADVERTISEMENT
સુરત: સુરત શહેરમાં તહેવારોની ઉજવણી વચ્ચે પણ માર્ગ અકસ્માતોની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. શહેરના કેબલ બ્રિજ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી એક કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો અનુસાર, કાર એટલી બેફામ ઝડપે દોડી રહી હતી કે ડિવાઈડર સાથે અથડાયા બાદ અંદાજે 15 ફૂટ દૂર ફંગોળાઈ હતી. અકસ્માત સમયે કારમાં કુલ 6 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 4 લોકો અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે અન્ય 2 લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
દારૂના નશામાં ડ્રાઈવિંગની આશંકા
સ્થાનિકોના દાવા મુજબ કારચાલક દારૂના નશામાં બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં, અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂની બોટલ મળી આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, આ મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ
કેબલ બ્રિજ પર સર્જાયેલા આ અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તહેવારોના દિવસોમાં પણ લોકોની સુરક્ષા જોખમાય તેવી રીતે વાહનો ચલાવતા બેફામ ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાઈબીજના પવિત્ર પ્રસંગે માંના મંદિરોમાં ઉમટ્યું માનવમહેરામણ, જુઓ ભક્તોની ભીડ
હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ અને ફરાર થયેલા ચાર લોકો અંગેની વિગતો સામે આવવાની રાહ જોવાઈ રહી છે. નશામાં ડ્રાઈવિંગ થયું હતું કે કેમ અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે તપાસ બાદ જ બહાર આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો