ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં બેસતા વર્ષે પુલ સાથે અથડાઈ ઈકો કાર પલટી, જાડેજા પરિવારની બે મહિલાનાં મો*ત!
Last Updated: 09:54 AM, 11 November 2026
ADVERTISEMENT
નવા વર્ષની શરૂઆત પરિવાર માટે ખુશીઓ અને ઉજવણીનો સમય હોય છે, પરંતુ જામનગરના એક પરિવાર માટે આ દિવસ ક્યારેય ન ભૂલી શકાય તેવી દુર્ઘટના બની ગયો. પરિવારના સભ્યો સાથે મુસાફરી કરી રહેલી ઈકો કારનું અચાનક ટાયર ફાટ્યું અને ગણતરીની સેકન્ડોમાં જ આખી કાર અકસ્માતનો ભોગ બની ગઈ. કાર પુલ સાથે ધડાકાભેર અથડાઈને રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર બે મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બાળકો સહિત છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નવા વર્ષના દિવસે જ બે સભ્યોનાં મોત થતાં જાડેજા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, આ ગમખ્વાર અકસ્માત જામનગર-કાલાવડ હાઈવે પર અલીયાબાડા ગામના પાટિયા નજીક સર્જાયો હતો. જાડેજા પરિવારના કુલ આઠ સભ્યો ઈકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક કારનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતાં જ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર સીધી પુલ સાથે અથડાઈ હતી અને અથડાયા બાદ રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
ADVERTISEMENT
આ અકસ્માતમાં 17 વર્ષીય માનસીબા જાડેજા અને કૈલાશબા જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, બંનેને બચાવી શકાયાં નહોતાં અને તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. નવા વર્ષના દિવસે જ પરિવારની બે સભ્યોએ જીવ ગુમાવતાં જાડેજા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક તરફ નવા વર્ષની ઉજવણીનો માહોલ હતો, ત્યારે બીજી તરફ આ પરિવાર માટે ખુશીનો દિવસ માતમમાં ફેરવાઈ ગયો હતો.
ADVERTISEMENT
અકસ્માાતમાં અન્ય છ મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં પ્રિયંકાબા અજીતસિંહ જાડેજા (19 વર્ષ), રંજનબા અજીતસિંહ જાડેજા (50 વર્ષ), મણિયાતાબા મયુરસિંહ જાડેજા (3 વર્ષ) અને સ્વંદીપસિંહ મયુરસિંહ જાડેજા (7 વર્ષ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય બે મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડી હતી.
ADVERTISEMENT
અકસ્માાતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એમ્બ્યુલન્સની ટીમે તમામ છ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલમાં તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
બીજી તરફ, અકસ્માતની જાણ થતાં પંચકોશી 'એ' ડિવિઝન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઉપરાંત અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઈકો કારનું ટાયર કયા કારણોસર ફાટ્યું હતું અને તેના કારણે અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. નવા વર્ષના દિવસે બનેલી આ દુર્ઘટનાથી જાડેજા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.