ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / હોર્મુઝ સ્ટ્રેટમાં ભયાનક વિસ્ફોટ! ત્રણ ઓઈલ ટેન્કર આગની લપેટમાં, ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી
Last Updated: 06:54 AM, 11 November 2026
ADVERTISEMENT
સમુદ્રની વચ્ચે અચાનક થયેલા ભયાનક વિસ્ફોટ, આકાશમાં ફેલાતા કાળા ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટમાં ઘેરાયેલા વિશાળ ઓઈલ ટેન્કર... હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ચિંતા વધારી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હજુ પૂરું થયું નથી અને બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ ઓઈલ ટેન્કરમાં મોટા વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવ્યા છે. ઈરાનનો દાવો છે કે આ ત્રણેય ટેન્કર ગેરકાયદેસર રીતે દરિયાઈ માર્ગે પસાર થવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
ADVERTISEMENT

હોર્મુઝ સ્ટ્રેટમાંથી સામે આવેલા વીડિયોમાં ઓઈલ ટેન્કર જહાજોમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. વિસ્ફોટ બાદ જહાજોમાં આગ લાગી હોવાનાં દૃશ્યો પણ સામે આવ્યા છે. આ ઘટનાને લઈને ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. IRGCની સત્તાવાર સમાચાર એજન્સી સેપાહ ન્યૂઝ પર બપોરે 2 વાગ્યે જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બંને ટેન્કરોએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા માટે તેમની તમામ નેવિગેશન અને ઓળખ પ્રણાલીઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી.
ADVERTISEMENT
ઈરાનના નિવેદન પ્રમાણે, એક ઓઈલ ટેન્કર દરિયાઈ ખાણ સાથે અથડાતાં તેમાં મોટો વિસ્ફોટ થયો હતો. જ્યારે બીજા ટેન્કરે અમેરિકાના એર સ્ટ્રાઈક વિમાનોના સહારે ગુપ્ત રીતે ગેરકાયદેસર માર્ગે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ પ્રયાસ દરમિયાન તેમાં પણ વિસ્ફોટ થયો હતો અને જહાજ આગની લપેટમાં આવી ગયું હતું. આ ઉપરાંત ત્રીજા ટેન્કર સાથે પણ દરિયાઈ લેન્ડમાઈન અથડાતાં વિસ્ફોટ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ ઘટનાને લઈને ઈરાની નૌકાદળે રાત્રે 8:30 વાગ્યે વધુ એક નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મંગળવારે બપોરે ગેરકાયદેસર માર્ગે પસાર થવાનો પ્રયાસ કરતી વખતે ત્રીજા ટેન્કર સાથે પણ સબમરીનની ટક્કર થઈ હતી, જેના કારણે તેમાં વિસ્ફોટ થયો હતો. આમ, હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ ઓઈલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટને કારણે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
વિસ્ફોટોની ઘટના બાદ IRGCએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજોને કડક ચેતવણી આપી છે. IRGCએ જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં અનધિકૃત માર્ગો અત્યંત અસુરક્ષિત છે. ઈરાની સેનાએ વધુમાં ચેતવણી આપતાં કહ્યું છે કે અમેરિકાના 'આતંકવાદી' દળોના સમર્થનથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરનારાં તમામ જહાજોનું પણ આવું જ પરિણામ આવશે. ઈરાનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે આ દરિયાઈ માર્ગ પર પોતાની પકડ જાળવી રાખવા માટે મક્કમ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : એનવિડિયા સીઈઓ ફસાયા, ચીની જાસૂસ સાથેના અફેર પર શેરહોલ્ડર્સે ઠોક્યો કેસ
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત હુમલો કરવામાં આવ્યા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી હતી. ત્યારથી ઈરાને ઇઝરાયલ અને અમેરિકા સાથે જોડાયેલાં જહાજોના સલામત માર્ગને સંપૂર્ણપણે અવરોધિત કરી દીધો છે. હવે ત્રણ ઓઈલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટ બાદ આ વિસ્તારમાં તણાવ વધુ વધી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી આ સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહન અને તેલના વેપાર પર પણ તેની અસર થવાની આશંકા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો