ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવો, સૈન્યની દૃષ્ટિએ ઈરાનની રમત ખતમ, ઈરાન સામે હુમલાની જરૂર નથી

વિશ્વ / અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવો, સૈન્યની દૃષ્ટિએ ઈરાનની રમત ખતમ, ઈરાન સામે હુમલાની જરૂર નથી

Published By: Priykant Shrimali

Last Updated: 06:18 AM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump On Iran : ટ્રમ્પનો દાવો, ઈરાનને મોટા પ્રમાણમાં અક્ષમ કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે નિષ્ક્રિય કરવા માટે સ્થાયી ઉકેલ શોધવાના પ્રયાસો ચાલુ

ADVERTISEMENT

Donald Trump On Iran : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઈને મોટું નિવેદન આપ્યું છે. કતરના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની સાથે મુલાકાત બાદ ટ્રમ્પે દાવો કર્યો કે સૈન્યની દૃષ્ટિએ ઈરાનની રમત ખતમ થઈ ગઇ છે અને હવે તેના પર વધુ હુમલાની જરૂર નથી. જોકે, ઈરાનના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે નિષ્ક્રિય કરવાની દિશામાં પ્રયાસો હજુ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વ્હાઇટ હાઉસના બ્રીફિંગ રૂમમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, 'સૈન્યની દૃષ્ટિએ ઈરાનની રમત ખતમ થઈ ગઇ છે. અમે હવે માત્ર યથાસ્થિતિ જાળવી રાખી રહ્યા છીએ.' તેમણે વધુમાં દાવો કર્યો કે ઈરાનને મોટા પ્રમાણમાં અક્ષમ કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે નિષ્ક્રિય કરવા માટે સ્થાયી ઉકેલ શોધવાના પ્રયાસો ચાલુ છે.

મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પના વલણમાં ફેરફાર?

અમેરિકામાં યોજાયેલી મિડટર્મ ચૂંટણીઓ બાદ ટ્રમ્પના ઈરાન સામે ફરી હુમલાની ધમકીઓમાંથી પાછળ હટવાના સંકેતો જોવા મળી રહ્યા હોવાની ચર્ચા છે. અહેવાલો અનુસાર, ઈરાન સાથે છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે ઇંધણના ભાવમાં ભારે વધારો થયો હતો. તેની અસર વૈશ્વિક અર્થતંત્રના અનેક ક્ષેત્રો પર પડી હતી અને અમેરિકન મતદારોમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને કોંગ્રેસના બંને ગૃહોમાં બહુમતી ગુમાવવી પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને ઈરાન યુદ્ધ અને વધતી મોંઘવારી સાથે જોડીને જોવામાં આવી રહી છે.

કતરના વડાપ્રધાન સાથે મુલાકાતમાં ઈરાન મુદ્દે ચર્ચા

કતરના વડાપ્રધાન શેખ અલ થાની સાથેની મુલાકાત અંગે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મુલાકાત દરમિયાન ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ટ્રમ્પના જણાવ્યા મુજબ, કતાર, સાઉદી અરેબિયા, UAE, બહેરીન, કુવૈત સહિતના દેશો હાલની સ્થિતિ જાળવી રાખવા અને અમેરિકાની નૌકાદળની નાકાબંધી તથા 'ઓપરેશન આયર્ન ગેટ' ચાલુ રાખવા ઇચ્છે છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તમામ દેશો એ વાત પર સહમત છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોવું જોઈએ અને આ મુદ્દે કોઈ સમજૂતી થઈ શકે નહીં. મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ બદલાય તો અમેરિકા કાર્યવાહી માટે તૈયાર છે. જોકે, હાલ તાત્કાલિક નવી કાર્યવાહી થવાની શક્યતા ઓછી હોવાનું પણ તેમણે સંકેત આપ્યો હતો.

ઈઝરાયેલ અને મધ્ય પૂર્વ સુરક્ષિત હોવાનો ટ્રમ્પનો દાવો

ટ્રમ્પે દાવો કર્યો કે ઈઝરાયેલ અને સમગ્ર મધ્ય પૂર્વ હવે ઈરાનના જોખમો અને ધમકીઓથી સુરક્ષિત છે. તેમણે કહ્યું કે સંઘર્ષનો અંત લાવવાની દિશામાં સકારાત્મક પ્રગતિ જોવા મળી રહી છે અને અમેરિકાના હિતોનું દરેક સમયે રક્ષણ કરવામાં આવશે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ સૈન્ય સંઘર્ષનો અંત આવ્યા બાદ અમેરિકન નાગરિકો અને વિશ્વ અગાઉ કરતાં વધુ સુરક્ષિત બનશે.

ફરી હુમલા થાય તો 38 પુલ સહિતના સ્થળો નિશાન પર?

આ અગાઉ CNNને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન સાથેની વાતચીતમાં પ્રગતિ થાય અને મજબૂત સમજૂતી પર હસ્તાક્ષર થાય તો ફરી હુમલા થવાની શક્યતા ઘણી ઓછી છે. જોકે, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકન સેનાએ કેટલાક લક્ષ્યોની ઓળખ કરી છે, જેમાં 38 પુલનો સમાવેશ થાય છે. જો ફરી સૈન્ય કાર્યવાહી શરૂ થાય તો આ સ્થળોને નિશાન બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : VIDEO : ટ્રમ્પ અંદર, વ્હાઈટ હાઉસમાં લોકડાઉન, કાર ક્રેશ કરીને સિક્રેટ સર્વિસ એજન્ટ સાથે બાખડ્યો સંદિગ્ધ

ઈરાનના બંદરોની નાકાબંધી અને સૈન્ય કાર્યવાહી ચાલુ

આ દરમિયાન અમેરિકન સેનાએ ગયા સપ્તાહે ઈરાનની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા સામે ઓછામાં ઓછા બે મર્યાદિત હુમલા કર્યા હોવાનો અહેવાલ છે. બીજી તરફ, શનિવારે અમેરિકન સેનાએ એક વ્યાપારી જહાજ પર ગોળીબાર કર્યો હતો. અમેરિકાનો દાવો છે કે, આ જહાજ ઈરાનના બંદરો પર લાગેલી અમેરિકાની નૌકાદળની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આમ, એક તરફ ટ્રમ્પ સંઘર્ષ સમાપ્ત થવાની દિશામાં સકારાત્મક સંકેતો આપી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન સામે નાકાબંધી અને સૈન્ય દબાણ પણ ચાલુ હોવાના અહેવાલો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Qatar Prime Minister Iran War Donald Trump

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ