ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 48 કલાકથી વધુ કસ્ટડીમાં સરકારી કર્મચારી આપોઆપ સસ્પેન્ડ!

National / સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 48 કલાકથી વધુ કસ્ટડીમાં સરકારી કર્મચારી આપોઆપ સસ્પેન્ડ!

Published By: Nidhi Panchal

Last Updated: 11:35 AM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીની ધરપકડ થાય અને તે 48 કલાકથી વધુ સમય સુધી જેલમાં રહે તો શું તેને સસ્પેન્ડ કરવા માટે અલગથી આદેશની જરૂર પડે? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે 48 કલાકથી વધુ ન્યાયિક કસ્ટડીમાં રહેલો સરકારી કર્મચારી આપમેળે સસ્પેન્ડ થયેલો ગણાશે.

ADVERTISEMENT

સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા કરી છે. જો કોઈ સરકારી કર્મચારીની ધરપકડ થાય અને તે 48 કલાકથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં રહે તો તેને આપમેળે સસ્પેન્ડ થયેલો માનવામાં આવશે. આ માટે સંબંધિત વિભાગે અલગથી સસ્પેન્શનનો આદેશ જાહેર કરવાની જરૂર રહેશે નહીં. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે આ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 48 કલાકથી વધુ સમયની અટકાયત થતાં જ સેવા નિયમો મુજબ ડીમ્ડ સસ્પેન્શન અમલમાં આવી જાય છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ સામેની કાર્યવાહી અને વિભાગોની જવાબદારી અંગે મહત્વપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ થઈ છે.

suprem-sourt

સુપ્રીમ કોર્ટનો આ આદેશ બિહારના સમસ્તીપુરની સદર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર વિશ્વજીત સિંહ સાથે જોડાયેલા કેસમાં આવ્યો છે. વિશ્વજીત સિંહ પર એક કોન્ટ્રાક્ટ કર્મચારીનો પગાર છૂટો કરવાના બદલામાં 4,000 રૂપિયાની લાંચ માંગવાનો આરોપ હતો. આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ન્યાયિક કસ્ટડીમાં રહ્યા હતા. ત્યારબાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, જામીન મળ્યાના આશરે એક વર્ષ બાદ પટના હાઈકોર્ટે તેમના જામીન રદ કરી દીધા હતા. આ નિર્ણય સામે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટનો નિર્ણય ઉલટાવીને વિશ્વજીત સિંહના જામીન ફરીથી પુનઃસ્થાપિત કર્યા હતા.

સરકારની કામગીરી સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની કામગીરી સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વિશ્વજીત સિંહ લગભગ 15 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યા હોવા છતાં તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું અને તેમને ફરીથી એ જ હોસ્પિટલમાં એ જ પદ પર ફરજ પર લઈ લેવામાં આવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સેવા નિયમો મુજબ કોઈ કર્મચારી 48 કલાકથી વધુ સમય સુધી કસ્ટડીમાં રહે તો તેનું ડીમ્ડ સસ્પેન્શન આપમેળે લાગુ થઈ જાય છે. તેના માટે અલગથી સસ્પેન્શન ઓર્ડર જરૂરી નથી. આથી, માત્ર વિભાગ દ્વારા સસ્પેન્શનનો આદેશ ન આપવાથી કર્મચારીને નિયમોમાંથી છૂટ મળી શકતી નથી.

વિભાગોની કાર્યપદ્ધતિ સામે પણ ચિંતા વ્યક્ત કરી

કોર્ટે સરકારી વિભાગોની કાર્યપદ્ધતિ સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, કેટલાક કિસ્સાઓમાં વરિષ્ઠ અધિકારીઓ પોતાના મનપસંદ કર્મચારીઓને બચાવવા માટે સસ્પેન્શનના આદેશો જાહેર કરવામાં જાણીજોઈને વિલંબ કરતા હોય છે. આવી વહીવટી છટકબારીઓને કારણે સેવા નિયમોનો હેતુ નિષ્ફળ જઈ શકે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે એકવાર ડીમ્ડ સસ્પેન્શન લાગુ થઈ જાય ત્યારબાદ સક્ષમ અધિકારી સેવા નિયમો હેઠળની સમીક્ષા પ્રક્રિયા અનુસરીને તેને ઔપચારિક રીતે રદ કરે અથવા તેમાં ફેરફાર કરે ત્યાં સુધી તે અમલમાં રહે છે. આ મામલે બિહાર સરકારે આરોપી અધિકારીને ફરીથી એ જ હોસ્પિટલ અને એ જ પદ પર નિયુક્ત કરતાં કોર્ટ નારાજ થઈ હતી અને રાજ્ય સરકારને આ વહીવટી અનિયમિતતા તાત્કાલિક સુધારવા નિર્દેશ આપ્યો હતો.

રદ કરવા અંગે પણ મહત્વપૂર્ણ કાનૂની સિદ્ધાંત સ્પષ્ટ કર્યો

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવા અંગે પણ મહત્વપૂર્ણ કાનૂની સિદ્ધાંત સ્પષ્ટ કર્યો હતો. કોર્ટે કહ્યું કે લાંચની રકમ કેટલી છે તે એકલા આધારે કોઈ વ્યક્તિના જામીન રદ કરી શકાય નહીં. આ કેસમાં પટના હાઈકોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન આશરે એક વર્ષ બાદ રદ કર્યા હતા. હાઈકોર્ટનું માનવું હતું કે 4,000 રૂપિયાની લાંચની રકમ નજીવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટ નીચલી કોર્ટના અવલોકન સાથે અસહમત થઈ શકે છે, પરંતુ માત્ર લાંચની રકમ ઓછી હોવાના આધારે જામીન રદ કરીને વ્યક્તિને તેની સ્વતંત્રતાથી વંચિત રાખી શકાય નહીં. ખાસ કરીને જ્યારે આરોપીએ જામીનની કોઈ શરતનો ભંગ કર્યો ન હોય ત્યારે આ બાબત વધુ મહત્વની બને છે.

આ પણ વાંચો : અમદાવાદમાં અમિત શાહે કાર્યકર્તાઓ સાથે ઉજવ્યું નવું વર્ષ, શુભેચ્છા પાઠવવા ઉમટ્યા નેતાઓ!

કોર્ટે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે ભ્રષ્ટાચાર અને લાંચના આરોપી અધિકારીને તપાસ દરમિયાન એ જ પદ પર ફરીથી નિયુક્ત કરવાથી તપાસ પ્રભાવિત થવાની શક્યતા રહે છે. આવા સંજોગોમાં સાક્ષીઓને ડરાવી શકાય છે અને પુરાવા સાથે ચેડાં થવાનું જોખમ પણ ઊભું થઈ શકે છે. ખાસ કરીને જ્યારે સાક્ષીઓ એ જ વિભાગના કર્મચારીઓ અથવા સામાન્ય નાગરિકો હોય ત્યારે આ બાબત વધુ ગંભીર બને છે. આથી સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને વહીવટી અનિયમિતતા દૂર કરવા નિર્દેશ આપ્યો હતો. આ ચુકાદાથી સ્પષ્ટ સંદેશ મળે છે કે સરકારી કર્મચારીની ધરપકડ બાદ સેવા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે અને કોઈપણ અધિકારીને વહીવટી છટકબારીના આધારે નિયમોથી ઉપર રાખી શકાય નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

48 Hours Custody Rule Government Employee Suspension Supreme Court Verdict

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ