ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:14 PM, 9 November 2026
ADVERTISEMENT
દિવાળીના તહેવાર બાદ સાઉથ સિનેમામાં એક નવો વિવાદ ચર્ચામાં આવ્યો છે. 'બિગ બોસ અલ્ટીમેટ'નું ટાઈટલ જીતી ચૂકેલ એક્ટર બાલાજી મુરુગદાસના ઘરે નાર્કોટિક્સ વિભાગની ટીમ અચાનક પહોંચી હતી. આ કાર્યવાહીથી એક્ટર ભારે નારાજ થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાની સાથે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને પણ ટેગ કરીને અમુક સવાલો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
બિગ બોસ તમિલના જાણીતો ચહેરો બાલાજી મુરુગાદોસના ઘરે નાર્કોટિક્સ વિભાગે અચાનક સર્ચ કર્યું છે. દિવાળીના તહેવાર વચ્ચે થયેલી આ કાર્યવાહી બાદ એક્ટર ખૂબ જ ગુસ્સે ભરાયો છે. તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોલીસ વ્યવસ્થા અને મુખ્યમંત્રી વિજય પાસે સવાલો ઊભા કર્યા છે.

ADVERTISEMENT
બાલાજી મુરુગાદોસ બિગ બોસ તમિલ સીઝન 4માં રનર-અપ રહી ચૂક્યો છે અને 2022માં બિગ બોસ અલ્ટિમેટ સીઝનમાં જીત્યો હતો. હાલ તે માસ્ટરચેફ તમિલ જેવા કુકિંગ રિયાલિટી શોમાં પણ ભાગ લઈ રહ્યો છે. તેમના ઘરે 15 પોલીસકર્મીઓની ટીમ પહોંચી હતી. તેને જણાવ્યું કે પાસે કોઈ સર્ચ વોરંટ નહોતું. તેમ છતાં તેમને પોતે જ ઘરમાં પ્રવેશવાની પરવાનગી આપી કારણ કે તને કોઈ ખોટું કામ કર્યું નહોતું. આ સર્ચ દરમિયાન માત્ર ત્રણ બિલાડીઓ અને એક કૂતરો જ મળ્યો.
ADVERTISEMENT
પોતાની પોસ્ટમાં બાલાજીએ લખ્યું કે તે જાણવા માંગે છે કે ફરિયાદ કોને નોંધાવી અને કયા કારણે. વારંવાર પૂછવા છતાં અધિકારીઓએ આ માહિતી આપી નહીં. તેઓ લોહીની તપાસ કરાવવા પણ તૈયાર છે પણ પોલીસ સિસ્ટમ પર તેમને શરમ આવે છે. તેને મુખ્યમંત્રી વિજયને સંબોધીને પણ સવાલ કર્યા છે. આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. પોલીસ તરફથી કોઈ ઓફીશીયલ સ્પષ્ટતા હજુ સામે આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો