ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / RTOમાં ઘટ્યો અરજદારોનો વેઈટિંગ પિરિયડ, જાણો કેમ?

અમદાવાદ / RTOમાં ઘટ્યો અરજદારોનો વેઈટિંગ પિરિયડ, જાણો કેમ?

Published By: Vishal Khamar

Last Updated: 04:42 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટના દૈનિક સ્લોટ 3,000થી વધારી 4,600થી વધુ કર્યા. LMV ટેસ્ટ, ADTS ટ્રેક અને વેઈટિંગ પિરિયડમાં ઘટાડા અંગે જાણો.

ADVERTISEMENT

ગુજરાતભરનાં આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાની ફરિયાદો વચ્ચે રાજ્ય સરકારે ટેસ્ટ માટેના દૈનિક સ્લોટ વધાર્યા છે. ટેસ્ટનો સમયગાળો લંબાવવાની સાથે બેકલોગ ઘટાડવા માટે વિવિધ પગલાં લેવાતાં હવે અરજદારોનો વેઈટિંગ પિરિયડ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.

લાઈટ મોટર વ્હીકલ (એલએમવી) એટલે કે કાર સહિતનાં હળવાં મોટર વાહનોની ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની દૈનિક ક્ષમતા સપ્ટેમ્બરમાં આશરે ૩,૦૦૦ એપોઈન્ટમેન્ટથી વધારીને હવે ૪,૬૦૦થી વધુ કરવામાં આવી છે. ટેસ્ટ માટે લાંબી રાહ જોવી પડતી હોવાની ફરિયાદોના પગલે બંદરો અને વાહનવ્યવહાર વિભાગે આરટીઓ તથા એઆરટીઓમાં દૈનિક ક્વોટા, ટેસ્ટના સ્લોટ અને શિફ્ટમાં પણ ફેરફાર કર્યા છે.

રાજ્યની ૩૨ આરટીઓ અને એઆરટીઓમાં હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમ (એડીટીએસ) કાર્યરત છે.

સપ્ટેમ્બરમાં ૯૬,૫૭૬ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવ્યા

સપ્ટેમ્બર-૨૦૨૬ના કામગીરી અહેવાલ મુજબ રાજ્યની ૨૮ કચેરીઓમાં સામૂહિક રીતે કુલ ૯૬,૫૭૬ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવ્યા હતા, જેમાં ૫૬,૪૫૧ ટુ વ્હીલર અને ૪૦,૧૨૫ એલએમવીની ટેસ્ટનો સમાવેશ થાય છે.

તમામ ટેસ્ટનો સરેરાશ સફળતા દર ૫૫.૦૫ ટકા રહ્યો હતો. ટુ વ્હીલર ટેસ્ટમાં ૭૮.૪૯ ટકા અરજદારો સફળ થયા હતા, જ્યારે એલએમવી ટેસ્ટમાં સફળતાનો દર માત્ર ૨૨.૦૭ ટકા નોંધાયો હતો.

બેકલોગ ઘટાડવા માટે ૩૧ ઓક્ટોબર અને ૧ નવેમ્બરની જાહેર રજાઓ દરમિયાન પણ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભૂજ, પાલનપુર, નડિયાદ, વસ્ત્રાલ, ગાંધીનગર અને પાટણ સહિતનાં ૧૦ કેન્દ્રો પર ડ્રાઈવિંગ ટેસ્ટ યોજવામાં આવી હતી. વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને ભૂજની કચેરીઓને બીજી શિફ્ટમાં પણ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

પાર્કિંગ ટેસ્ટમાં સફળતાનો દર વધ્યો

એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક પર અરજદારોને પડતી મુશ્કેલીઓ ઘટાડવા અને રાહ જોવાનો સમય ઓછો કરવા વિભાગે અનેક પહેલ કરી છે, તેમાંની એક મહત્ત્વપૂર્ણ પહેલ પાર્કિંગ ટેસ્ટ સાથે સંબંધિત છે. આ ટેસ્ટમાં અનેક અરજદારો નિષ્ફળ જતા હતા.

૧૦ આરટીઓમાં પાર્કિંગ બોક્સની આસપાસ રિફ્લેક્ટિવ પોલ લગાવવામાં આવ્યા છે. દરેક પાર્કિંગ બોક્સની ચારેય બાજુ આઠ પોલ ગોઠવવામાં આવ્યા છે. આ ફેરફાર બાદ પાર્કિંગ ટેસ્ટમાં સફળતાનો દર ૨૯.૮ ટકાથી વધીને ૪૧ ટકા થયો છે.

અરજદારોને વધુ સારી રીતે માર્ગદર્શન મળી રહે તે માટે સ્પષ્ટ સાઈનબોર્ડ અને લાઈવ ટાઈમર ડિસ્પ્લે લગાવવાની દિશામાં પણ કામગીરી ચાલી રહી છે. એઆઈ આધારિત સિસ્ટમનું સંચાલન કરતી એજન્સીને વીડિયો એનાલિટિક્સ, માન્ય ભૂલ મર્યાદા, ટેસ્ટના સમયગાળા અને ટેસ્ટના અંતિમ માપદંડની સમીક્ષા કરવા પણ જણાવાયું છે.

નવા ટેસ્ટ ટ્રેકથી ક્ષમતા વધારવાની તૈયારી

ડ્રાઈવિંગ ટેસ્ટની સુવિધાઓનું વિસ્તરણ પણ યોજનાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. અમદાવાદમાં નવા ટેસ્ટ ટ્રેકની ડિઝાઈનને મંજૂરી મળી ગઈ છે. જ્યારે સુરતના મસમામાં વધારાનો ટેસ્ટ ટ્રેક ૧૫ નવેમ્બર સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે. રાજકોટમાં બીજા ટેસ્ટ ટ્રેકનું કામ ફેબ્રુઆરી-૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત વડોદરા અને થરાદમાં વધારાના ટેસ્ટ ટ્રેક બનાવવા માટે દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે. વસ્ત્રાલ અને ગાંધીનગરમાં પણ આ માટે શક્યતા અભ્યાસની કામગીરી ચાલી રહી છે.

અરજદારોને ટેસ્ટ પહેલાં વધુ સારી તૈયારી કરવાની તક મળે તે માટે જાહેર રજાઓના દિવસે પણ એડીએટીએસ ટ્રેક પર પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવાની વિચારણા વિભાગ કરી રહ્યો છે. ટેસ્ટની સુવિધાઓનો ઉપયોગ અને એપોઈન્ટમેન્ટ સિસ્ટમ અંગેની માર્ગદર્શિકાનો મુસદ્દો પણ તૈયાર કરવામાં આવ્યો છે.

નજીકની આરટીઓમાં ટેસ્ટ આપવાનો વિકલ્પ મળશે

વાહનવ્યવહાર વિભાગ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનાઈસી) સાથે મળીને ક્લસ્ટર આધારિત ટેસ્ટિંગ વ્યવસ્થા વિકસાવવા પણ કામ કરી રહ્યો છે. જો આ ટેકનિકલ વ્યવસ્થા શક્ય બનશે તો અરજદારો પોતાની નિયત આરટીઓ કે એઆરટીઓમાં લાંબી રાહ જોવાના બદલે નજીકની અન્ય કચેરીમાં ઉપલબ્ધ સ્લોટ પસંદ કરી શકશે.

આ તમામ પગલાંના પરિણામે અગાઉ છ મુખ્ય કચેરીઓમાં ૧૬ દિવસથી લઈને ૬૦ દિવસ કરતાં પણ વધુનો વેઈટિંગ પિરિયડ હતો, જે હવે ઘટીને શૂન્યથી ૪૦ દિવસની વચ્ચે રહ્યો છે. સરેરાશ રાહ જોવાનો સમય પણ ઘટીને આશરે ૧૫ દિવસ થયો છે.

આ પણ વાંચોઃ પળવારમાં સામાનની ચોરી થતા વાર નહીં લાગે, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરનારા સાચવજો!

જોકે હજુ પણ બે કચેરીઓમાં અરજદારોને ૬૦ દિવસથી વધુ રાહ જોવી પડે છે. આ કચેરીઓમાં વધારાની ક્ષમતા ઊભી કરવા માટે ડબલ શિફ્ટ અને નવા ટેસ્ટ ટ્રેક સહિતનાં પગલાં હાથ ધરવામાં આવી રહ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Driving Test Slot Booking Gujarat LMV Driving Test Gujarat Gujarat RTO Driving Test

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ