ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં સામેલ, અર્શદીપ સિંહની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી ?

ક્રિકેટ / હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં સામેલ, અર્શદીપ સિંહની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી ?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:29 AM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL News: આગામી આઇપીએલ સીઝન પહેલા એક મોટી ટ્રેડના સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાયો છે

ADVERTISEMENT

IPL News: આગામી આઇપીએલ સીઝન પહેલા એક મોટી ટ્રેડના સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાયો છે, જ્યારે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો છે. બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે ખેલાડીઓની અદલા બદલીને લઇ સહમતિ બની ગઇ છે. આઇપીએલ નીલામી પહેલા આ ટ્રેડને પુરી કરી લેવાશે.

હાર્દિક પંજાબમા પહોંચ્યો, અર્શદીપ મુંબઈમાં પ્રવેશ્યો

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આઇપીએલથી જોડાયેલા સુત્રોએ આ ટ્રેડની પુષ્ટિ કરી છે. સૂત્રના જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં રમવા માટે ખુશ છે. એવું માનવામાં આવે છે કે શ્રેયસ આગામી સીઝનમાં ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે. સૂત્રએ ઉમેર્યું હતું કે હાર્દિકને ટીમમાં સમાવવાનો નિર્ણય પંજાબ કિંગ્સના કેપ્ટન અને કોચ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો. અર્શદીપ સિંહ લાંબા સમયથી પંજાબ ટીમનો ભાગ છે અને ફ્રેન્ચાઇઝી સાથેના તેમના સમય દરમિયાન તેણે પોતાનું નામ બનાવ્યું છે. તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેને મુક્ત કરવાનો નિર્ણય માલિકો માટે સરળ ન હતો. જોકે કેપ્ટન અને કોચે ટ્રેડને આગળ વધારવાનો નિર્ણય લીધો.

હાર્દિક પંડ્યાનો મુંબઈ ઇન્ડિયન્સ સાથેનો બીજો કાર્યકાળ સમાપ્ત

હાર્દિક પંડ્યાનો મુંબઈ ઇન્ડિયન્સ સાથેનો બીજો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. તે 2024 સીઝન પહેલા ગુજરાત ટાઇટન્સથી મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો હતો. ફ્રેન્ચાઇઝીએ લાંબા સમયથી કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ તેમને કેપ્ટનશીપ સોંપી હતી.

જોકે, હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નથી. પાંચ વખતની ચેમ્પિયન ટીમ છેલ્લા ત્રણ સીઝનમાં બે વાર પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે. હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સ માટે રમશે, જ્યારે અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સની ફાસ્ટ બોલિંગને મજબૂત બનાવશે. આઇપીએલ હરાજી પહેલાના આ મોટી ડીલએ આગામી સીઝન વિશે ચર્ચાઓ તેજ કરી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / Video: ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ શમીએ શેર કર્યો ભાવુક વીડિયો, ફેન્સ અનહેપ્પી

રિટેન્શનની અંતિમ તારીખ 17 નવેમ્બર સુધી લંબાવી

હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહના ટ્રેડ વચ્ચે બીસીસીઆઇએ ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર સુધી લંબાવી છે. આનાથી બંને ફ્રેન્ચાઇઝીઓને આગામી મીની ઓક્શન પહેલા જરૂરી ટ્રેડ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે પૂરતો સમય મળશે. આઇપીએલ 2027 મીની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાનું છે. તે પહેલાં પંજાબ કિંગ્સ તેમની ટીમમાં કેટલાક વધુ ફેરફારો કરી શકે છે. અહેવાલો અનુસાર ફ્રેન્ચાઇઝ ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ અને બેટ્સમેન નેહલ વાઢેરાને પણ રિલીઝ કરવાનું વિચારી શકે છે. જો આવું થાય તો મિની ઓક્શન પહેલા પંજાબ કિંગ્સ ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યાના આગમન અને અર્શદીપ સિંહની વિદાય સાથે બધાની નજર ફ્રેન્ચાઇઝની રણનીતિ પર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arshdeep Singh IPL IPL Auction

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ