ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ 2027નું રજાઓનું કેલેન્ડર, મકર સંક્રાંતિથી દિવાળી સુધી 18 જાહેર રજાઓ, જુઓ સંપૂર્ણ લિસ્ટ!

તમારા કામનું / ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ 2027નું રજાઓનું કેલેન્ડર, મકર સંક્રાંતિથી દિવાળી સુધી 18 જાહેર રજાઓ, જુઓ સંપૂર્ણ લિસ્ટ!

Published By: Nidhi Panchal

Last Updated: 12:21 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની શરૂઆત પહેલાં જ ગુજરાત સરકારના કર્મચારીઓ અને બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ષ 2027ની જાહેર રજાઓનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સરકારી કચેરીઓ માટે 18 અને બેંકો માટે 17 જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે.

ADVERTISEMENT

વર્ષ 2027માં ક્યારે રજા આવશે અને કયા તહેવારે સરકારી કચેરીઓ બંધ રહેશે, તેની રાહ જોતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં પાળવાની જાહેર રજાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ સરકારી કર્મચારીઓને આખા વર્ષ દરમિયાન કુલ 18 જાહેર રજાઓ મળશે. આ ઉપરાંત કર્મચારીઓ માટે 9 વૈકલ્પિક રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

Calendar-and-clock

આ યાદીમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારની 18 જાહેર રજાઓની સંપૂર્ણ યાદી. ગુજરાત સરકારની કચેરીઓ માટે જાહેર કરાયેલી 18 રજાઓની તારીખ અને વાર નીચે મુજબ છે.

જાન્યુઆરીથી માર્ચ:

  • - 14 જાન્યુઆરી – મકરસંક્રાંતિ (ગુરુવાર)
  • - 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ (મંગળવાર)
  • - 6 માર્ચ – મહાશિવરાત્રિ (શનિવાર)
  • - 10 માર્ચ – રમઝાન ઈદ (બુધવાર)
  • - 23 માર્ચ – ધૂળેટી (મંગળવાર)
  • - 26 માર્ચ – ગુડ ફ્રાઈડે (શુક્રવાર)

એપ્રિલથી જૂન:

  • - 7 એપ્રિલ – ચેટીચાંદ (બુધવાર)
  • - 14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ (બુધવાર)
  • - 15 એપ્રિલ – રામનવમી (ગુરુવાર)
  • - 19 એપ્રિલ – મહાવીર જન્મકલ્યાણક (સોમવાર)
  • - 17 મે – બકરી ઈદ (સોમવાર)
  • - 16 જૂન – મોહરમ (બુધવાર)

ઓગસ્ટથી ઓક્ટોબર:

  • - 17 ઓગસ્ટ – રક્ષાબંધન (મંગળવાર)
  • - 25 ઓગસ્ટ – જન્માષ્ટમી (બુધવાર)
  • - 4 સપ્ટેમ્બર – સંવત્સરી (શનિવાર)
  • - 2 ઓક્ટોબર – મહાત્મા ગાંધી જયંતિ (શનિવાર)
  • - 29 ઓક્ટોબર – દિવાળી (શુક્રવાર)
  • - 30 ઓક્ટોબર – નૂતન વર્ષ અને વિક્રમ સંવત 2084 (શનિવાર)

બેંકોમાં 2027 દરમિયાન 17 જાહેર રજાઓ

સરકારી કચેરીઓની સાથે બેંક કર્મચારીઓ માટે પણ રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. વર્ષ 2027માં બેંકો માટે કુલ 17 જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે. જોકે, સરકારી કચેરીઓની યાદી કરતાં બેંકોની રજાઓમાં એક મહત્વનો તફાવત છે. બેંકોની યાદીમાં 7 એપ્રિલની ચેટીચાંદની રજાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બેંકોની 17 જાહેર રજાઓ નીચે મુજબ છે.

જાન્યુઆરીથી માર્ચ:

  • - 14 જાન્યુઆરી – મકરસંક્રાંતિ (ગુરુવાર)
  • - 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ (મંગળવાર)
  • - 6 માર્ચ – મહાશિવરાત્રિ (શનિવાર)
  • - 10 માર્ચ – રમઝાન ઈદ (બુધવાર)
  • - 23 માર્ચ – ધૂળેટી (મંગળવાર)
  • - 26 માર્ચ – ગુડ ફ્રાઈડે (શુક્રવાર)

એપ્રિલથી જૂન:

  • - 14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ (બુધવાર)
  • - 15 એપ્રિલ – રામનવમી (ગુરુવાર)
  • - 19 એપ્રિલ – મહાવીર જન્મકલ્યાણક (સોમવાર)
  • - 17 મે – બકરી ઈદ (સોમવાર)
  • - 16 જૂન – મોહરમ (બુધવાર)

ઓગસ્ટથી ઓક્ટોબર:

  • - 17 ઓગસ્ટ – રક્ષાબંધન (મંગળવાર)
  • - 25 ઓગસ્ટ – જન્માષ્ટમી (બુધવાર)
  • - 4 સપ્ટેમ્બર – સંવત્સરી (શનિવાર)
  • - 2 ઓક્ટોબર – ગાંધી જયંતિ (શનિવાર)
  • - 29 ઓક્ટોબર – દિવાળી (શુક્રવાર)
  • - 30 ઓક્ટોબર – નૂતન વર્ષ (શનિવાર)

બેંકો માટે 1 એપ્રિલે પણ રજા: બેંકો, પગાર-હિસાબી કચેરીઓ તથા તિજોરી અને પેટા તિજોરી કચેરીઓ માટે 1 એપ્રિલ 2027, ગુરુવારના રોજ વાર્ષિક હિસાબો બંધ કરવા જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ રજા બેંકોની 17 જાહેર રજાઓથી અલગ રહેશે.

કર્મચારીઓ માટે 9 વૈકલ્પિક રજાઓ જાહેર

જાહેર રજાઓ ઉપરાંત કર્મચારીઓને વર્ષ 2027માં 9 વૈકલ્પિક રજાઓનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ રજાઓમાં નીચેના તહેવારોનો સમાવેશ થાય છે.

  • - 8 મે – ભગવાન પરશુરામ જયંતિ (શનિવાર)
  • - 15 ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિન (રવિવાર)
  • - પારસી નૂતન વર્ષ અને પતેતી (રવિવાર)
  • - ઈદ-એ-મિલાદુન્નબી (રવિવાર)
  • - 9 ઓક્ટોબર – દશેરા (શનિવાર)
  • - 31 ઓક્ટોબર – સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ (રવિવાર)
  • - 31 ઓક્ટોબર – ભાઈબીજ (રવિવાર)
  • - 14 નવેમ્બર – ગુરુ નાનક જયંતિ (રવિવાર)
  • - 25 ડિસેમ્બર – નાતાલ (શનિવાર)

આ વૈકલ્પિક રજાઓની યાદી રાજ્ય સરકારના બોર્ડ, કોર્પોરેશન અને પંચાયતના કર્મચારીઓને પણ લાગુ પડશે.

આ પણ વાંચો : વડોદરામાં કારમાં CNG સિલિન્ડર ફાટતાં ભયાનક બ્લાસ્ટ, 5થી વધુ લોકો દાઝ્યા, આસપાસની બારીઓના કાચ પણ તૂટ્યા!

જાહેર રજાઓને લઈને સરકારે નક્કી કર્યા ખાસ નિયમો

સરકારના જાહેરનામામાં રજાઓને લઈને કેટલાક મહત્વના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો કોઈ જાહેર રજા બીજા કે ચોથા શનિવારે અથવા રવિવારે આવે તો તેના બદલામાં અન્ય કોઈ દિવસે અલગથી રજા આપવામાં આવશે નહીં. બીજી તરફ, મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે. જો જાહેરનામામાં દર્શાવેલી તારીખે તહેવારની ઉજવણી ન થાય તો વાસ્તવિક ઉજવણીના દિવસે મુસ્લિમ કર્મચારીઓને મરજિયાત રજા મળી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Holiday Calendar Bank Holidays 2027 Gujarat Government Holidays 2027

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ