ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ધનતેરસના પહેલાં સોનાના ભાવમાં ₹5,500 સુધીનો ઉછાળો, ચાંદી પણ થઈ મોંઘી, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ!
Last Updated: 10:46 AM, 5 November 2026
ADVERTISEMENT
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોની અસર હવે વૈશ્વિક કોમોડિટી બજારમાં જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલી કારમી હાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક તેજી જોવા મળી છે. બીજી તરફ, ધનતેરસના એક દિવસ પહેલાં જ સ્થાનિક બજારમાં પણ બંને કિંમતી ધાતુઓ મોંઘી થઈ ગઈ છે. તહેવારોની સિઝનમાં સોના-ચાંદીની ખરીદી કરવાનું આયોજન કરી રહેલા ગ્રાહકો માટે આ ભાવવધારો મહત્વનો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં આજે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીની હાર બાદ બજારમાં હલચલ જોવા મળી હતી. કોમેક્સ પર સોનાના ભાવમાં 1.69 ટકાનો વધારો થયો હતો અને સોનું 4,141.90 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જ્યારે ચાંદીના ભાવમાં 1.48 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ સાથે ચાંદી 53.055 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી. વૈશ્વિક બજારમાં આવેલી આ તેજીની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ભારતીય વાયદા બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો ભાવ ₹2,500 વધીને પ્રતિ 10 ગ્રામ ₹1,45,525 પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2,751નો વધારો થયો છે. આ વધારા સાથે ચાંદીનો ભાવ ₹1,91,088 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે.
ADVERTISEMENT
ધનતેરસના એક દિવસ પહેલાં સ્થાનિક બજારમાં સોનાના અલગ-અલગ કેરેટના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,45,860 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,33,705ની આસપાસ છે. બીજી તરફ, 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,09,395 નોંધાયો છે.
ADVERTISEMENT
ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1.91 લાખને પાર
સોનાની સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે. બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ આશરે ₹1,91,080 પર ટ્રેડ થતો જોવા મળ્યો છે. જ્યારે MCX પર ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી ₹1,91,088 સુધી પહોંચી છે. આમ, ધનતેરસના તહેવાર પહેલાં જ ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. એક તરફ ધનતેરસ જેવા મોટા તહેવારની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં સતત વધારો ગ્રાહકોના બજેટને અસર કરી શકે છે. ખાસ કરીને ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા ધરાવતા પરિવારો માટે આ વખતે ખરીદી વધુ મોંઘી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th pay commission / ₹25000 નુ પેન્શન વધીને ₹87500 સુધી વધી શકે છે? ફિટમેન્ટ ફેક્ટરથી સમજો આખુ ગણિત
ADVERTISEMENT