ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની હાઇપ્રોફાઈલ દારૂ પાર્ટી મુદ્દે પાટીદાર અગ્રણીઓ મેદાને, કહ્યું ''મર્ડર નથી કરી દીધું''
Last Updated: 12:16 PM, 2 November 2026
ADVERTISEMENT
રાજકોટમાં એક બર્થ ડે પાર્ટીમાંથી ઝડપાયેલી દારૂની મહેફિલનો મામલો હવે માત્ર પોલીસ કાર્યવાહી પૂરતો સીમિત રહ્યો નથી. આ કેસને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા અને ટીકા શરૂ થઈ ગઈ છે. એક તરફ પોલીસે સારાઝા હોટલમાં દરોડો પાડીને દારૂની મહેફિલમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરી છે, તો બીજી તરફ પાટીદાર સમાજના અગ્રણીઓએ આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયા અને મહિલા અગ્રણી જ્યોતિ ટીલવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. બંને અગ્રણીઓની પોસ્ટ બાદ રાજકોટના દારૂ મહેફિલ કેસે નવો વળાંક લીધો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજકોટના દારૂકાંડને લઈને પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું છે કે આ કેસમાં પોલીસ હજુ સુધી દારૂના લેન્ડર્સ અને સપ્લાયર્સ સુધી પહોંચવામાં અસફળ રહી છે. તેમના મતે, માત્ર મહેફિલમાં હાજર લોકો સામે કાર્યવાહી કરવાને બદલે દારૂની વ્યવસ્થા કરનારા અને સપ્લાય સાથે જોડાયેલા લોકો સુધી પણ પોલીસ પહોંચે તે જરૂરી છે.
ADVERTISEMENT
પરસોતમ પીપળીયાએ સારાઝા હોટલમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. દારૂકાંડમાં સામેલ લોકો સામે કાર્યવાહી થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. પીપળીયાની પોસ્ટને કારણે આ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
ADVERTISEMENT
જ્યોતિ ટીલવા પણ સોશિયલ મીડિયા પર રોષે ભરાયાંબીજી તરફ, પાટીદાર સમાજનાં મહિલા અગ્રણી જ્યોતિ ટીલવાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, 'શું બધા દૂધના ધોયેલા છો? કે પાટીદારની પાછળ પડ્યા છો?' તેમની આ પોસ્ટમાં દારૂ મહેફિલ કેસને લઈને થઈ રહેલી ચર્ચા અને ટીકા સામે નારાજગી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
જ્યોતિ ટીલવાએ વધુમાં લખ્યું છે કે, 'જે દેખાડવાનું છે એટલું દેખાડો, કોઈનું મર્ડર નથી કરી દીધું કે પાછળ પડ્યા છો.' આ નિવેદન દ્વારા તેમણે દારૂ મહેફિલના કેસને લઈને થઈ રહેલી ચર્ચા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમની આ પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો : એક પિતાને દીકરીનો મોબાઈલ ફેંકવો ભારે પડ્યો, જોતજોતામાં જ સામાન્ય તકરાર હત્યામાં પરિણમી
ADVERTISEMENT
શું છે સમગ્ર દારૂ મહેફિલનો મામલો?
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટના એક રિસોર્ટની સારાઝા હોટલમાં બર્થ ડે પાર્ટી દરમિયાન દારૂની મહેફિલ ઝડપાઈ હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને કુલ 38 લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ જ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી હતી. હવે આ કેસમાં એક તરફ પોલીસની કાર્યવાહી છે, તો બીજી તરફ પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો છે. ખાસ કરીને દારૂના લેન્ડર્સ અને સપ્લાયર્સ સુધી પોલીસ પહોંચી છે કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ રહી છે. પરસોતમ પીપળીયા અને જ્યોતિ ટીલવાની પોસ્ટ બાદ રાજકોટનો આ દારૂ મહેફિલ કેસ વધુ ચર્ચામાં આવ્યો છે. હવે પોલીસ આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે અને દારૂના સપ્લાય સાથે જોડાયેલા લોકો સુધી પહોંચે છે કે નહીં તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો