ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં ચોંકાવનારો ધડાકો, ઉઠ્યાં પોલીસ પર સવાલ

ગુજરાત / રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં ચોંકાવનારો ધડાકો, ઉઠ્યાં પોલીસ પર સવાલ

Published By: Nidhi Panchal

Last Updated: 01:11 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની સરાઝા હોટલની દારૂપાર્ટીમાં નવો ખુલાસો, દારૂની બોટલો પરમિટવાળી હોવાની FIRમાં નોંધ, હવે પરમિટધારક કોણ તે અંગે સવાલો

ADVERTISEMENT

રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી દારૂપાર્ટીનો મામલો હવે એક નવા ખુલાસાને કારણે ચર્ચામાં આવ્યો છે. અત્યાર સુધી દારૂપાર્ટીમાં કોણ કોણ સામેલ હતું અને પોલીસની કાર્યવાહી કેવી રીતે થઈ તે મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે દારૂની બોટલોને લઈને મહત્વની વિગતો સામે આવી છે. પોલીસ દ્વારા નોંધવામાં આવેલી FIRમાં જ દારૂની બોટલો પરમિટવાળી હોવાનું લખવામાં આવ્યું છે. આ નોંધ બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આખરે આ દારૂની બોટલો કોની પરમિટ હેઠળ લાવવામાં આવી હતી?

RJT

મળતી વિગતો મુજબ, સરાઝા હોટલની દારૂપાર્ટીમાં જે દારૂની બોટલ મળી આવી હતી તે ‘જેસલમેર ક્રાફ્ટ ઈન્ડિયા ગ્રીન’ નામની બ્રાન્ડની હોવાનું સામે આવ્યું છે. આ બોટલના આધારે સમગ્ર મામલે નવો ખુલાસો થયો છે. ખાસ વાત એ છે કે દારૂની બોટલ પર ‘સેલ ફોર ઓન્લી ગુજરાત’ એવું લખેલું જોવા મળ્યું હતું. આ લખાણ અને FIRમાં થયેલી નોંધને કારણે દારૂની બોટલ ક્યાંથી આવી અને કોની પરમિટના આધારે તેનો ઉપયોગ થયો હતો તે અંગે સવાલો ઊભા થયા છે.

FIRમાં દારૂની બોટલો પરમિટવાળી હોવાની નોંધ કરવામાં આવી

પોલીસે નોંધેલી FIRમાં દારૂની બોટલો પરમિટવાળી હોવાની નોંધ કરવામાં આવી છે. એટલે કે આ મામલે માત્ર દારૂની બોટલ મળી આવવા પૂરતી જ તપાસ સીમિત રહેતી નથી, પરંતુ તેની પાછળ રહેલી પરમિટની વિગતો પણ મહત્વની બની છે. દારૂની બોટલો કઈ વ્યક્તિની પરમિટ હેઠળ મેળવવામાં આવી હતી અને તે વ્યક્તિ કોણ છે તે જાણવું હવે તપાસનો મહત્વનો મુદ્દો બની શકે છે. આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે દારૂની બોટલો જેની પરમિટ હેઠળ આવી હતી તે પરમિટધારક હોટલ સાથે કોઈ રીતે સંકળાયેલો છે કે કેમ? જો પરમિટધારકનો હોટલ સાથે કોઈ સંબંધ હોય તો તે સંબંધની પણ તપાસ થવી જરૂરી છે. સાથે જ પરમિટધારક અવારનવાર આ રીતે દારૂનું વેચાણ કરે છે કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો : રાજકોટની હાઇપ્રોફાઈલ દારૂ પાર્ટી મુદ્દે પાટીદાર અગ્રણીઓ મેદાને, કહ્યું ''મર્ડર નથી કરી દીધું''

હવે પોલીસ તપાસમાં આ તમામ મુદ્દાઓ સ્પષ્ટ થવા જરૂરી છે. દારૂની બોટલો કોની પરમિટમાંથી આવી, પરમિટધારક અને હોટલ વચ્ચે કોઈ કડી છે કે નહીં તેમજ પરમિટનો ઉપયોગ માત્ર વ્યક્તિગત હેતુ માટે થયો હતો કે અન્ય કોઈ રીતે દારૂનું વેચાણ કરવામાં આવતું હતું, તે બાબતો તપાસનો વિષય બની શકે છે. સરાઝા હોટલની દારૂપાર્ટીનો મામલો હવે માત્ર પાર્ટીમાં હાજર લોકો પૂરતો રહ્યો નથી, પરંતુ દારૂની બોટલોની પરમિટ અને તેના સંભવિત ઉપયોગ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saraza Hotel Liquor Permit Liquor Party

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ