ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એકના એક દીકરાનું પિતાએ કાસળ કાઢી નાખ્યું, કારણ જાણી પગ નીચેથી જમીન સરકી જશે
Last Updated: 10:05 AM, 2 November 2026
ADVERTISEMENT
જે પિતાના ખોળામાં બાળક સુરક્ષિત હોવું જોઈએ, એ જ પિતા પોતાના 10 વર્ષના દીકરાનો હત્યારો બન્યો. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિંછીયા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પિતાએ પોતાના જ દીકરાને માતાજીની દેરી આગળ લઈ જઈ બંને પગથી પકડીને બે-ત્રણ વખત જમીન પર પછાડ્યો હતો. એટલું જ નહીં, તેના માથામાં લાકડી મારીને કરણની હત્યા કરી નાખી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દીકરાની હત્યા કર્યા બાદ પિતા તેની લાશને ખાટલામાં મૂકીને બાજુમાં જ બીજા ખાટલા પર સૂઈ ગયો હતો. આ સમગ્ર મામલે મૃતક બાળકની માતાએ પતિ વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના વિંછીયા ગામમાં 37 વર્ષીય ભારતી પટેલ તેમના પતિ નરેશ પટેલ અને એકના એક દીકરા કરણ સાથે રહેતાં હતાં. આશરે 10 દિવસ પહેલાં ભારતીબેન અને તેમના પતિ નરેશ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેનને માર માર્યો હતો. પતિના મારથી કંટાળીને ભારતીબેન ઘર છોડીને પોતાના પિયર જતાં રહ્યાં હતાં. જોકે, તેમના 10 વર્ષના દીકરા કરણની પરીક્ષા હોવાથી તેને પિતા નરેશ પાસે જ મૂકીને ગયાં હતાં. ભારતીબેનને અંદાજ પણ નહોતો કે પિતા પાસે મૂકેલો તેમનો દીકરો આટલી મોટી દુર્ઘટનાનો ભોગ બનશે.
ADVERTISEMENT
1 નવેમ્બરની સાંજે ભારતીબેનને તેમના પાડોશીનો ફોન આવ્યો હતો. પાડોશીએ તેમને જાણ કરી હતી કે તેમના પતિ નરેશે દીકરા કરણને લાકડી વડે માર માર્યો છે. આ સમાચાર મળતાં જ ભારતીબેન ચિંતામાં મુકાઈ ગયાં હતાં અને તાત્કાલિક વિંછીયા ગામ જવા નીકળ્યાં હતાં. તેમની સાથે માતા, પિતા, ભાઈ અને ભાભી પણ આવ્યાં હતાં. રાત્રે આશરે 9 વાગ્યે ભારતીબેન પરિવારના સભ્યો સાથે પોતાના ઘર પાસે પહોંચ્યાં હતાં. તેમના ઘરની નજીક જોગણી માતાજીની દેરી આવેલી છે. ભારતીબેન જ્યારે દેરી પાસે પહોંચ્યાં ત્યારે ત્યાંનું દૃશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ADVERTISEMENT
માતાજીની દેરી પાસે કરણ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. ભારતીબેને દીકરાની તપાસ કરતાં તેનું મોત થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ, કરણના પિતા અને ભારતીબેનના પતિ નરેશ બીજા ખાટલા પર સૂઈ રહ્યા હતા. નરેશનાં કપડાં પર પણ લોહીના ડાઘ જોવા મળ્યા હતા. ભારતીબેને પતિ નરેશને દીકરાના મોત અંગે પૂછપરછ કરી હતી. ત્યારે નરેશે જે જવાબ આપ્યો તે સાંભળીને પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. નરેશે જણાવ્યું હતું કે તેના પિતા માતાજીના ભૂવા હતા અને તેમના મૃત્યુ બાદ પોતે માતાજીનો ભૂવો બન્યો હતો.
ADVERTISEMENT
નરેશે વધુમાં જણાવ્યું હતું કે હવે તેના પછી ઘરમાં કોઈ ભૂવો ન બને તે માટે તેણે કરણની હત્યા કરી છે. નરેશના જણાવ્યા મુજબ, તેણે કરણને માતાજીની દેરી આગળ બંને પગથી પકડીને બે-ત્રણ વખત પછાડ્યો હતો અને ત્યારબાદ તેના માથામાં લાકડી મારી હતી. આ રીતે તેણે પોતાના જ 10 વર્ષના દીકરાની હત્યા કરી નાખી હતી. પિતાના મોઢેથી આવી વાત સાંભળતાં જ ભારતીબેન અને તેમની સાથે આવેલા પરિવારજનો રોષે ભરાઈ ગયા હતા. ત્યારબાદ ભારતીબેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અંધશ્રદ્ધા અને ભૂવા બનવા અંગેની માન્યતાને કારણે એક પિતાએ પોતાના જ માસૂમ દીકરાની હત્યા કરી હોવાનો આક્ષેપ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો : દિવાળી ટાણે જ શહેરીજનોને ઝટકો, વધ્યાં CNG-ઘરેલું PNGના ભાવ, આજથી નવા દર લાગુ
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસની સાથે FSLની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. કરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેથી મોત અંગેની વધુ વિગતો જાણી શકાય. આ સમગ્ર મામલે ભારતીબેને પોતાના પતિ નરેશ પટેલ વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા ઘટનાની તમામ હકીકતો અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.