મુખ્યમંત્રી /
જેમણે મુખ્યમંત્રીપદ ઠુકરાવ્યું, નવ દિવસના સીએમ, મહારાષ્ટ્રના એક્સિડેન્ટલ સીએમ કોણ હતા?, સીએમનું ડિમોશન, શરદ પવારના દાવપેંચ, રોચક કિસ્સાઓ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની ભવ્ય જીત બાદ ચોરેચૌટે ચર્ચાતો સવાલ એક જ હતો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી એટલે મુખ્યમંત્રી ભાજપના બનવાની નક્કર સંભાવના જણાતી હતી પણ ભાજપની સરખામણીએ ઓછી બેઠક હોવા છતા પણ મુખ્યમંત્રી બનવાની જીદે ચડેલા એકનાથ શિંદેને કારણે કોકડુ ગુંચવાયું હતું. ઘણા તર્કવિતર્ક થતા હતા. રાજકીય વિશ્લેષકો મહારાષ્ટ્રમાં નવાજૂની થવાના એંધાણ કરી રહ્યા હતા. પણ આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. છેલ્લી ઘડી સુધીના સસ્પેન્સ બાદ આખરે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાની તળે મહાયુતિની સરકાર બની છે. આ લખાઇ રહ્યું છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને એકનાથ શિંદે અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદ સાથે ઘણા રસપ્રદ પ્રકરણો-કિસ્સાઓ જોડાયેલા છે. કેવા કિસ્સાઓ?