બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

VTV / બિઝનેસ / ભારત / વિશ્વ / સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી 3300 રૂપિયા થયું સસ્તુ

જલદી કરો.. / સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી 3300 રૂપિયા થયું સસ્તુ

Last Updated: 05:58 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોનું તેની ઓલ ટાઈમ હાઈથી 3300 રૂપિયા સસ્તું થઈ ગયું છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધેલા તણાવને કારણે સોનાનો દર અચાનક ઝડપથી વધવા લાગ્યો. પરંતુ ફરી એકવાર સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહમાં સતત બીજા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. સોનાના ભાવિ કરારની કિંમત MCX પર રૂ. 809 ઘટીને રૂ. 70,677 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી છે. જો આપણે MCX પર 73,958 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સોનાના રેકોર્ડ હાઈ પર નજર નાખીએ તો સોનું અત્યાર સુધીમાં 3300 રૂપિયા સસ્તું થઈ ગયું છે.

GOLD-SILVER-PRICE_0_0

સપ્તાહમાં સોનું 48 પ્રતિ ઔંસ સસ્તું થયું

શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2301 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી. એક સપ્તાહમાં સોનું 48 પ્રતિ ઔંસ સસ્તું થયું છે. સોનાનો દર 2301 ના તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી $ 148 નો ઘટાડો થયો છે. સ્થાનિક બજારની વાત કરીએ તો 18 એપ્રિલ 2024ના રોજ 24 કેરેટ સોનાની કિંમત 73477 રૂપિયા હતી. જ્યારે શુક્રવારે તે ઘટીને 71191 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 2286 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

GOLD-SILVER-PRICE_1

શું સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે?

સોનાના ભાવમાં ઘટાડા અંગે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં ઘટાડાનું કારણ યુએસ ફેડ છે. ફુગાવાના જોખમને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં લાંબો સમય લઈ શકે છે. ગુરુવારે જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે મજૂરી ખર્ચમાં વધારો થયો છે. તેનાથી સોનાના ભાવ પર વધારાનું દબાણ સર્જાયું છે. આ બધા સિવાય ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની અસર પણ જોવા મળી છે. સોનામાં રોકાણ કરનારા લોકોએ વધુ રાહ જોવી જોઈએ. આગામી સમયમાં સોનાની કિંમત વર્તમાન સ્તરથી વધુ ઘટી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ