બ્રેકિંગ ન્યુઝ
બ્રેકિંગ ન્યુઝ
બોરસદથી સૌરાષ્ટ્ર લઇ જવાતો ગાંજાનો જથ્થો SOGએ પકડી પાડ્યો, પોલીસે 3 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
30 મિનિટ પહેલા
9 મિત્રો ન્હાવા જતા ઘટી ઘટના, NDRFની ટીમે નદીમાંથી મૃતદેહ શોધી કાઢ્યો
35 મિનિટ પહેલા
પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં પાંચ વિકેટે 162 રન બનાવ્યા. જવાબમાં, મુંબઈએ ૧૮.૧ ઓવરમાં છ વિકેટે ૧૬૬ રન બનાવીને મેચ જીતી લીધી. મુંબઈ માટે કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં, પરંતુ ટીમે ટુકડાઓમાં સારું પ્રદર્શન કર્યું અને જીત મેળવવામાં સફળ રહી. મુંબઈની આ સાત મેચમાં ત્રીજી જીત છે અને તેઓ છ પોઈન્ટ સાથે ટેબલમાં સાતમા સ્થાને છે. તે જ સમયે, સનરાઇઝર્સે સાત મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે અને ચાર પોઈન્ટ સાથે નવમા સ્થાને છે.
9 કલાક પહેલા
અકોટા- દાંડિયા બજાર 4 રસ્તા પર ભાજપનું વિરોધ પ્રદર્શન, ભાજપના વિરોધને લઈ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો, ભાજપ દ્વારા રોડ પર ચક્કાજામ કરાયો, વિપક્ષ નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહન પણ કરાયું, પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું
11 કલાક પહેલા
21 વર્ષીય રાકેશભાઈ ચૌહાણની હત્યા, પ્રેમ પ્રકરણનું વેર રાખી યુવાન રાકેશની હત્યા, પ્રેમ સંબંધના મામલે અગાવ ઝગડો પણ થયો હતો, યુવતીના ભાઈ અને તેના મિત્રોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, પોલિસે જયદીપ ચૌહાણ, નીતિન ચૌહાણ અને અજાણ્યા મિત્રો વિરુદ્ધ ગુન્હો નોંધાયો
11 કલાક પહેલા
21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે, ચણાની 179 અને રાયડાની 87 કેન્દ્રો પરથી ખરીદી થશે, રાજ્ય સરકાર 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદશે, 1.29 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી ટેકાના ભાવે થશે, રાયડાના વેચાણ માટે 1.18 લાખ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
12 કલાક પહેલા
વસ્ત્રાપુરમાં BMW કારે ઈકો કારને મારી જબરદસ્ત ટક્કર, અકસ્માત સર્જી યુવક-યુવતી ઘટનાસ્થળેથી ફરાર, BMW કારમાં તપાસ કરતા બીયરનું ટીન મળ્યું, સોહમ ટાવર પાસે અકસ્માતમાં 2 લોકો ઘાયલ
13 કલાક પહેલા
ગાંધીનગરમાં વ્યાયામ ઉમેદવારના આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે તે અંગે કમિટી યોગ્ય અભ્યાસ કર્યા બાદ નિર્ણય કરશે. વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત 32 દિવસથી આંદોલન કરી રહ્યા હતા. બેઠકમાં અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. આદેશ થતાં ઉમેદવારોની સમસ્યાનો હવે ઉકેલ આવવાની આશા જાગી છે. વ્યાયામ ઉમેદવારોના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મુખ્યમંત્રીએ 32 દિવસથી આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોના આંદોલનને ધ્યાને રાખીને મહત્વની મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવા માટેના આદેશ આપ્યા હતા. કમિટી સ્તરે કાયમી ભરતી કરવા માટે વિચારણા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે તે અંગેનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવશે.
15 કલાક પહેલા
વક્ફના નવા કાયદા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો, SCએ કહ્યું 'હાલ વક્ફ બોર્ડમાં નવી નિયુક્તિ ન થાય, સરકારના સાત દિવસમાં જવાબ આપ્યા બાદ અરજીકર્તા 5 દિવસમાં તેમનો જવાબ આપે' મહત્વનું છે વક્ફ કાયદા વિરુદ્ધ 73 અરજી દાખલ થઈ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વક્ફ સુધારામાં વક્ફની મિલકતોનું પ્રબંધન અસામાન્ય રીતે કરવામાં આવ્યું અને આ કાયદો મુસ્લિમ સમાજના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
18 કલાક પહેલા
પાટણના સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ST બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 5 લોકોનાં મોત, હિંતમનગરથી માતાના મઢ જતી બસે રિક્ષાને લીધી અડફેટે, સમીની વચ્છરાજ હોટલ નજીક સર્જાયો અકસ્માત
20 કલાક પહેલા
વધુ બતાવો
લાઇવ ટીવી