NRI /
H-1B વિઝાને લઇ અમેરિકાથી આવ્યા ગુડ ન્યુઝ, ભારતીયોને થઇ શકે છે સીધો ફાયદો, જાણો વિગત
અમેરિકામાં હાલ વિદેશી સ્કિલ વર્કરને અપાતા H-1B વિઝાને લઇ વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રોગ્રામને રદ કરવાની માંગ થઈ રહી છે તો તે વચ્ચે H-1B વિઝાને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. વિદેશ સ્કિલ વર્કરને મળે છે તે H-1B વિઝા રિન્યૂ કરાવવા માટે હવે તેમણે પોતાના દેશમાં પાછા નહીં જવું પડે આ કામ અમેરિકામાં રહીને જ થઈ જશે અને આનો લાભ આઇટી, ફાયનાન્સ અને હેલ્થ સેક્ટરમાં કામ કરનાર લાખો ભારતીયોને થશે.