બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / NRI News / વિશ્વ / Going UK on student or work visa? Find out how much will cost go

NRI / UK માં સ્ટુડન્ટ કે વર્ક વિઝા પર જવું છે? જાણો જવા માટે કેટલો ખર્ચ થશે

Ajit Jadeja

Last Updated: 07:30 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં ભણવા જવા, ફરવા તેમજ કામ કરવા ભારતીય લોકો અમેરિકા અને કેનેડાની સાથે સાથે યુકેનો પણ ખાસ વિચાર કરતા હોય છે

વિદેશમાં ભણવા જવા અને ફરવા તેમજ કામ કરવા  માટે આજકાલ મોટીસંખ્યામાં ભારતીયો જાય છે. હાયર એજ્યુકેશન માટે વિદેશ ભણવા જવાનું હોય કે પછી વિદેશમાં સેટલ થવાનો થવાનો પ્લાન હોય, ભારતીય લોકો અમેરિકા અને કેનેડાની સાથે સાથે યુકેનો પણ ખાસ વિચાર કરતા હોય છે.

યુકેની સરકાર દ્વારા તાજેતરમાં જ વિઝાના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો  છે.યુકેની રિશી સુનક સરકારે વિઝાના નિયમો કડક કર્યા છે. નવા નિયમો બન્યા છે આ નિયમોમાં યુકેમાં અભ્યાસ કરવો અથવા ત્યા વર્ક માટે જવું હોય તો તમે ખાસ બધુ પ્લાનિક કરીને જજો. હવે યુકેમાં ફેમિલી સાથે રહેવું ખર્ચાળ અને મોંઘુ બની રહ્યું છે. હવે યુકે જવામાં ખર્ચો વધી જશે. યુકેએ વર્ક વિઝા અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે તે સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હાયર એજ્યુકેશન માટે ભારતીય વિદ્યાર્થીઓના ટોચના પસંદગીના દેશોમાં યુકે પણ સામેલ છે. સ્ટુડન્ટ વિઝા વધારે મોંઘા નથી થયા તેમ છતાં યુકેએ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે તેમની સાથે કોને લાવવા તેની મંજૂરી આપવામાં આવે છે તેમાં ફેરફારોની જાહેરાત કરી છે. આનો અમલ જાન્યુઆરી 2024થી થયો છે. વિદ્યાર્થીઓએ તેમની ડિગ્રી પૂર્ણ કરી છે તેઓને ગ્રેજ્યુએટ વિઝા હેઠળ બે વર્ષ અથવા ડોક્ટરલની ડિગ્રી ધરાવનારાઓ માટે ત્રણ વર્ષ સુધી યુકેમાં રહેવાની તક રહે છે.

અભ્યાસ કરવા જવું પણ મોઘું

છેલ્લા ઘણા સમયથી યુકેમાં પરિસ્થિતિ બદલાઇ છે. ઇમિગ્રેશનની સમસ્યા વકરતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળતી હતી. સરકાર સામે આ ઇમિગ્રેશનની માથાના દુખાવા સમાન બનેલી સમસ્યાનો હલ લાવવા માટે પ્રેસર હતું. જેને લઇને વડાપ્રધાન રિશી સુનક સરકારે ઈમિગ્રેશન ઘટાડવાના પ્રયાસોના ભાગ રૂપે વિવિધ વિઝાના નિયમો કડક બનાવ્યા છે. જેમાં વર્ક વિઝાથી લઇને સ્ટુડન્ટ વિઝા સહિત કેટેગરીમાં નવા નિયમો બનાવવામાં આવ્યા છે. નવા નિયમોના કારણે યુકેમાં અભ્યાસ કરવાનું, કામ કરવાનું કે પછી પરિવાર સાથે રહેવાનું પહેલા કરતા વધુ મોઘુ બનશે. યુકે સરકારે વિવિધ વિઝા માટે જરૂરી લઘુત્તમ વેતન જરૂરિયામાં વધારો કર્યો છે. 


યુકેમાં કામ કરવા ઓફર જરૂરી

સ્કિલ્ડ વર્કર વિઝા માટે પોઈન્ટ્સ બેઝ્ડ સિસ્ટમ હેઠળ યુકેમાં કામ કરવા ઈચ્છતા મોટા ભાગના લોકો માટે 38,700 પાઉન્ડના લઘુત્તમ વેતન સાથેની નોકરીની ઓફર હોવી જરૂરી છે. અગાઉ આ માટે લઘુત્તમ વેતન 26,200 પાઉન્ડ હતું. એટલે કે તેમાં 50 ટકા જેટલો વધારો થયો છે. જોકે, કેટલાક ઓક્યુપેશન એવા છે જેને આમાંથી મુક્તિ મળી છે. હેલ્થ એન્ડ સોશિયલ કેર જેવા અમુક વ્યવસાયો અને નેશનલ પે સ્કેલ પરના શિક્ષકોને આ મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. 

સ્કિલ્ડ વર્કર વિઝા માટે 70 પોઈન્ટ

યુકેમાં કામદારોની સંખ્યા પણ વધી રહી છે. સ્કિલ્ડ વર્કર વિઝા માટે અરજદારોએ 70 પોઈન્ટની જરૂર પડશે. જેમાં 50 પોઈન્ટ મિનિમમ સ્કિલ લેવલ અને અંગ્રેજી ભાષામાં પ્રોફિશિયન્સીથી ઉપરની જોબ ઓફરમાંથી મળશે. જ્યારે બાકીના 20 પોઈન્ટ હાયર સેલેરી, જે સેક્ટરમાં જોબ શોર્ટેજ છે તેમાં કામ કરતા હોવ અથવા તો સંબંધિત પીએચડી પ્રાપ્ત કરીને મેળવી શકાય છે.

ફેમીલી વિઝામાં પણ નવા નિયમો

હાલના ફેમિલી વિઝા રિન્યૂ કરવા માટે વધારવામાં આવેલા આવકના થ્રેશોલ્ડને પહોંચી વળવાની જરૂર નથી. જોકે અરજદારોએ અંગ્રેજીનું સારું જ્ઞાન દર્શાવવાની અને આવકની જરૂરિયાત પૂરી કરવાની જરૂર પડશે. કેટલીક ચિંતાઓનો પગલે તેમાં સુધારો કરીને તે 29,000 પાઉન્ડ કરવામાં આવ્યું છે. જોકે ભવિષ્યમાં આ થ્રેશોલ્ડ વધીને 34,500 પાઉન્ડ અને પછી 38,700 પાઉન્ડ સુધી વધી શકે છે. ફેમિલી વિઝામાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

વાંચવા જેવુ: અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખુશીના સમાચાર, હવે મળશે આ મોટો ફાયદો, ખિસ્સા છલકાઈ જશે

વિદેશી કામદારોના નિયમમાં ફેરફાર

યુકે સરકારનું 'શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ' મહત્વના સેક્ટરમાં ખાલી જગ્યાઓ ભરવામાં એમ્પ્લોયર એટલે કે નોકરીદાતાઓને મદદ કરે છે. જોકે આ લિસ્ટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે અને નોકરીદાતાઓને વિદેશી કામદારોને સામાન્ય દરના 80 ટકા ચૂકવવાની મંજૂરી આપતો નિયમ નાબૂદ કરવામાં આવ્યો છે. તેમજ વિઝા અરજદારોએ ત્યા રોકાણના દરેક વર્ષ માટે હેલ્થ કેર સરચાર્જ પણ ચૂકવવો પડશે. જેમાં સ્ટાન્ડર્ડ ફી એપ્રિલ 2024થી વધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ