બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 32 લેબનોન ડાયમંડ અને સોનામાંથી બનેલું કમળ ખીલ્યું અંતરિક્ષમાં, સુરતનો વાગ્યો ડંકો
Last Updated: 08:06 PM, 21 July 2026
ભારતના લેબગ્રોન ડાયમંડ (એલજીડી) ઉદ્યોગ માટે એક ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે. સુરતમાં તૈયાર કરાયેલો ૩૨ લેબગ્રોન ડાયમંડ અને સોનામાંથી બનેલું કમળ અંતરિક્ષમાં પહોંચ્યું છે. ભારતના પ્રથમ ખાનગી રીતે નિર્મિત ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 દ્વારા મોકલાયેલું આ પેલોડ પૃથ્વીથી લગભગ ૪૫૦ કિમી ઉપરની કક્ષામાં પહોંચ્યા બાદ સૂર્યપ્રકાશ મળતાં જ અવકાશમાં ખીલી ઊઠયું હતું.
ADVERTISEMENT
'કોસ્મોસ બ્લૂમ' નામ આપવામાં આવેલા આ અનોખા પેલોડમાં ઉપયોગમાં લેવાયેલા હીરા સંપૂર્ણપણે સુરતમાં જ તૈયાર કરવામાં આવ્યા હતા. હીરા ઉગાડવાથી લઈને કટિંગ, પોલિશિંગ, ડિઝાઇન અને જવેલરીના નિર્માણ સુધીની દરેક પ્રક્રિયા ડાયમંડ સિટીમાં જ પૂર્ણ કરવામાં આવી હતી.
નિત્યાસ જેમ્સ એન્ડ જવેલરી લિમિટેડના ડિરેક્ટર રજનીકાંત ચાંચડે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે અમારી પસંદગી થવી ગૌરવની વાત છે. કોસ્મોસ ડાયમંડ્સની ટીમ સાથે મળીને કામ કર્યું હતું અને અંતરિક્ષ મિશનની ચોક્કસ જરૂરિયાતો મુજબ ડિઝાઈનમાં અનેક સુધારા કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કોસ્મોસ ડાયમંડ્સનાં સ્થાપક સંજના ત્રિપુરમલ્લુએ જણાવ્યું કે કોસ્મોસ બ્લૂમ ભારતની કારીગરી અને દેશની વધતી જતી અવકાશ ક્ષમતાનું પ્રતીક છે. કમળની પસંદગી પાછળનો હેતુ પણ ખાસ હતો. ભારતીય બ્રહ્માંડ વિજ્ઞાનમાં કમળને સર્જનનું પ્રતીક માનવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડ પણ કાર્બનથી શરૂ થઈને ભારે દબાણ અને ગરમીની પ્રક્રિયામાંથી પસાર થઈ માનવીય કુશળતાથી અનોખી રચનામાં પરિવર્તિત થાય છે.
આ કમળમાં ઉપયોગમાં લેવાયેલા હીરા સુરતની સંગિનીમૈત્રી લેબ્સ (એસએમએલ) દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ નિત્યાસના કારીગરોએ તેનું કટિંગ તથા પોલિશિંગ કર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સાચવજો! ગુજરાતને બે દિવસ ઘમરોળશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
એસએમએલના પાર્ટનર વેલજી શેતાએ જણાવ્યું કે સુરત અને લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે આ ઐતિહાસિક ક્ષણ છે. આપણા શહેરમાં તૈયાર થયેલા એલજીડીનું અંતરિક્ષ સુધી પહોંચવું તેની ચમક સાથે તેની મજબૂતી પણ દર્શાવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.