બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / માસૂમ બાળકીની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો, LCBની ટીમ પર કર્યો હતો હુમલો, જવાબી કાર્યવાહીમાં થયું ફાયરિંગ

ગુજરાત / માસૂમ બાળકીની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો, LCBની ટીમ પર કર્યો હતો હુમલો, જવાબી કાર્યવાહીમાં થયું ફાયરિંગ

Published By: Nidhi Panchal

Last Updated: 09:08 AM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ પરમારને ઝડપી પાડ્યા બાદ નાટકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. પોલીસ પર ચપ્પુથી હુમલો કર્યા બાદ આત્મરક્ષણમાં પોલીસે ગોળીબાર કર્યો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત થયું છે

વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ગોળીબારમાં ઠાર કરવામાં આવ્યો છે. બોરસદ રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમને સોંપ્યો હતો. ત્યારબાદ જ્યારે LCBની ટીમ આરોપીને લઈને આણંદ આવી રહી હતી, ત્યારે રસ્તામાં બનેલી ઘટનામાં આરોપીએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીને અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તે ન અટકતા અંતે સ્વ-બચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો. બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

balaki

આશરે 9:15 વાગ્યે સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ

પ્રાપ્ત વિગતો અનુસાર, વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી રાત્રે આશરે 9:15 વાગ્યે સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે વહેલી સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક પરથી બાળકીનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી બાળકીની લેંઘી પણ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બાળકી પર દુષ્કર્મ આચરીને પુરાવાનો નાશ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને FSLની ટીમોએ સ્થળ પર પહોંચી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

કુલ 6થી 7 ટીમો કામે લાગી

આ સમગ્ર કેસની તપાસ માટે વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિત કુલ 6થી 7 ટીમો કામે લાગી હતી. તપાસ દરમિયાન પોલીસને રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ મળ્યા હતા. આ ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. CCTVના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ **સુરેશ પરમાર (રહે. બોચાસણ પરા વિસ્તાર, બોરસદ)**ને ઝડપી પાડી વધુ પૂછપરછ માટે LCBને સોંપ્યો હતો.

સમગ્ર ઘટનાક્રમમાં વધુ એક મોટો વળાંક

ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમમાં વધુ એક મોટો વળાંક આવ્યો હતો. LCBની ટીમ જ્યારે આરોપી સુરેશ પરમારને લઈને આણંદ તરફ આવી રહી હતી, ત્યારે તેણે રસ્તામાં ઉલ્ટી કરવાનું બહાનું કાઢીને પોલીસનું વાહન રોકાવ્યું હતું. વાહન ઉભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે અચાનક પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ કર્મચારી મહિપાલસિંહ અને રાજવીરસિંહ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના કારણે થોડા સમય માટે તંગ સ્થિતિ સર્જાઈ હતી.

રોકાવા અને આત્મસમર્પણ કરવા ચેતવણી આપી

પરિસ્થિતિ બેકાબૂ બનતા પીએસઆઈ રાણાએ આરોપીને અનેક વખત રોકાવા અને આત્મસમર્પણ કરવા ચેતવણી આપી હતી. જોકે આરોપી વધુ હિંસક બનતા અને પોલીસ પર હુમલો ચાલુ રાખતા પોલીસે આત્મરક્ષણ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ગોળીબાર કર્યો હતો. પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપીને બે ગોળી વાગી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ પણ વાંચો : ચોમાસુ સત્ર પહેલા હાઈપ્રોફાઈલ બેઠક: સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવા સહિત 6 મોટા બિલ પર ચર્ચાનો સમય નક્કી

હાલમાં આરોપી સુરેશ પરમારના મૃતદેહને કરમસદ મેડિકલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે. સમગ્ર એન્કાઉન્ટર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ નથી. પ્રાથમિક અહેવાલો મુજબ પોલીસની કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષણમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સત્તાવાર પ્રેસ બ્રીફિંગ બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suresh Parmar Vasad Murder Case Police Encounter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ