ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ગુજરાતી સિનેમા / 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ગુજરાતનો ડંકો: આ ફિલ્મને મળ્યો ગુજરાતી ભાષાની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ
Last Updated: 07:13 PM, 18 July 2026
ADVERTISEMENT
72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતી સિનેમાને મોટી સિદ્ધિ મળી છે. ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ સન્માનમાં સ્થાન મેળવી 'મારણ'એ ગુજરાતી સિનેમાની ગુણવત્તા અને બદલાતા વિષયોની મજબૂત છાપ છોડી છે.
ADVERTISEMENT
માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેર કરેલા 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં વર્ષ 2024 દરમિયાન CBFC દ્વારા પ્રમાણિત થયેલી ફિલ્મોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે 'મારણ'ની પસંદગી કરવામાં આવી છે.
ADVERTISEMENT
'મારણ' એક સોશિયલ થ્રિલર છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ સમાજના ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓને સ્પર્શે છે. ખાસ કરીને મહિલાઓની અસુરક્ષા, કેદ જેવી માનસિકતા અને સામાજિક વાસ્તવિકતાઓને ફિલ્મમાં થ્રિલર અંદાજમાં રજૂ કરવામાં આવી છે. આ જ કારણ છે કે ફિલ્મને દેશ-વિદેશના ફિલ્મ મહોત્સવોમાં પણ પ્રશંસા મળી હતી.
ADVERTISEMENT
'મારણ'નું દિગ્દર્શન જાણીતા ગુજરાતી ફિલ્મમેકર અભિષેક જૈને કર્યું છે. 'બે યાર' જેવી સફળ ફિલ્મ બાદ તેમણે લાંબા વિરામ પછી આ ફિલ્મ દ્વારા વાપસી કરી હતી. અભિષેક જૈને અગાઉ જણાવ્યું હતું કે 'મારણ' પરંપરાગત ગુજરાતી ફિલ્મોથી અલગ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્ટોરીટેલિંગ ધરાવતી સોશિયલ થ્રિલર છે.
ADVERTISEMENT
ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. બંને કલાકારોએ પોતાના સંવેદનશીલ અભિનયથી ફિલ્મને વધુ અસરકારક બનાવી છે. ગુજરાતી સિનેમાના નવા યુગના પ્રતિભાશાળી કલાકારો તરીકે બંનેએ આ ફિલ્મમાં નોંધપાત્ર કામ કર્યું છે.
ADVERTISEMENT
'મારણ'એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની છાપ છોડી હતી. ફિલ્મને શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં Best Feature Film (Jury Award) મળ્યો હતો. તે સમયે પણ ફિલ્મની વિષયવસ્તુ અને પ્રસ્તુતિની વિશેષ પ્રશંસા થઈ હતી.
ADVERTISEMENT
છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાતી ફિલ્મો માત્ર કોમેડી કે પારિવારિક મનોરંજન પૂરતી સીમિત રહી નથી. 'હેલ્લારો', 'ધ ગૂડ રોડ', 'ઢ', 'વશ' બાદ હવે 'મારણ' જેવી ફિલ્મો સાબિત કરી રહી છે કે ગુજરાતી સિનેમા વિષયવસ્તુ અને ટેક્નિકલ ગુણવત્તામાં પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યો છે.
ગુજરાતી: મારણ
હિન્દી: શ્રીકાંત
તામિલ: રાયાન
તેલુગુ: કમિટી કુર્રોલ્લુ
મલયાલમ: ફેમિનિચી ફાતિમા
કન્નડ: મિથ્યા
મરાઠી: મુકામ પોસ્ટ બોમ્બિલવાડી
બંગાળી: ચલચિત્ર એખોન
અસમિયા: જુઈફૂલ
ઓડિયા: લહરી
મણિપુરી: સુનિતા
કોંકણી: મોગ અસુમ
તુલુ: IMBU
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો