ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાણીપની સોસાયટીમાં મેન્ટેનન્સના વિવાદમાં મારામારી, CCTV ફૂટેજ સામે આવ્યા
Last Updated: 11:50 AM, 25 October 2026
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી સુકન સ્માઈલ સોસાયટીમાં આંતરિક વિવાદને પગલે મારામારી થઈ હોવાની ફરિયાદ સામે આવી છે. સોસાયટીના ખજાનચી કનુ ચૌધરીએ આલાપ શુક્લ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો અનુસાર, સોસાયટીમાં મેન્ટેનન્સની રકમ બાકી હોવાના કારણે જમવાના કૂપન આપવામાં ન આવતાં વિવાદ સર્જાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાનો આક્ષેપ છે.
ADVERTISEMENT
ફરિયાદમાં આલાપ શુક્લ પર અન્ય સભ્યો સાથે પણ મારામારી કરવા અને ગેરવર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, આક્ષેપોની સત્યતા અંગે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચોઃ દૂધ-પૌંઆ નહીં, ભાવનગરમાં શરદ પૂનમે ઊંધિયું ખાવાની 100 વર્ષ જૂની પરંપરા
ADVERTISEMENT
સમગ્ર મામલે સાબરમતી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં વિવાદ પાછળનાં કારણો અને ઘટનાની હકીકત અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો