ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારતમાં બિયરના કેનની અછત કેમ સર્જાઈ? મિડલ ઈસ્ટના યુદ્ધથી સપ્લાય પર અસર, જાણો ગ્રાહકો પર શું અસર!

બિઝનેસ / ભારતમાં બિયરના કેનની અછત કેમ સર્જાઈ? મિડલ ઈસ્ટના યુદ્ધથી સપ્લાય પર અસર, જાણો ગ્રાહકો પર શું અસર!

Published By: Jinal Chauhan

Last Updated: 08:39 AM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં બિયર અને સોફ્ટ ડ્રિંક્સના પેકિંગ માટે વપરાતા એલ્યુમિનિયમના કેનની અછત સર્જાઈ છે. વધતી માંગ, દેશમાં મર્યાદિત ઉત્પાદન અને મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે સપ્લાય પર અસર પડી છે. આ સ્થિતિમાં કંપનીઓએ મોંઘા ભાવે વિદેશમાંથી કેન મંગાવવા પડી રહ્યા છે.

ADVERTISEMENT

ભારતમાં બિયર અને સોફ્ટ ડ્રિંક્સના પેકિંગ માટે વપરાતા એલ્યુમિનિયમના કેનની અછત સર્જાઈ છે.દેશમાં વધતી માંગ સામે ઉત્પાદન ઓછું હોવાથી કંપનીઓની મુશ્કેલીઓ વધી છે.મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય પર પણ અસર પડી રહી છે.કંપનીઓ હવે UAE, શ્રીલંકા સહિતના દેશોમાંથી મોંઘા ભાવે કેન આયાત કરી રહી છે.આ સ્થિતિમાં બિયરની સપ્લાય પર કેટલી અસર પડશે અને ગ્રાહકોને શું મુશ્કેલી પડી શકે છે તે જાણીએ.

ભારતમાં બિયરના કેનની અછત કેમ સર્જાઈ?

ભારતમાં બિયર અને સોફ્ટ ડ્રિંક્સના પેકિંગ માટે એલ્યુમિનિયમના કેનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં આ પ્રકારના કેનનો બજારહિસ્સો બમણો થયો છે. હાલ બિયર અને સોફ્ટ ડ્રિંક્સના કુલ વાર્ષિક વેચાણમાં કેનનો હિસ્સો 25 ટકાથી વધુ હોવાનું કહેવાય છે.જોકે કેનની માંગ વધી રહી છે તેની સરખામણીમાં દેશમાં ઉત્પાદન વધી શક્યું નથી. બીજી તરફ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાયમાં પણ અડચણો આવી રહી છે. આ બંને કારણોસર કંપનીઓને પોતાના પ્રોડક્ટ્સના પેકિંગ માટે પૂરતા કેન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

દેશમાં કેનનું ઉત્પાદન કેમ વધી શકતું નથી?

બ્રૂઅર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર જનરલના જણાવ્યા પ્રમાણે કંપનીઓને આશા હતી કે દેશમાં વધારાના 60 કરોડ એલ્યુમિનિયમ કેનનું ઉત્પાદન થશે. જોકે આ લક્ષ્યના માત્ર અડધા જેટલા કેન જ તૈયાર થઈ શક્યા છે.ભારતની મુખ્ય કેન બનાવતી કંપનીઓ તેમની હાલની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરી ચૂકી છે. હવે વધતી માંગને પહોંચી વળવા માટે નવી મશીનરી અને પ્રોડક્શન લાઇન ઊભી કરવાની જરૂર છે. આ પ્રક્રિયામાં લગભગ એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેથી કેનની અછત ઝડપથી દૂર થાય તેવી શક્યતા ઓછી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ RBIના બુલેટિનમાં ભારતીય અર્થતંત્રની મજબૂતીનો ઉલ્લેખ, બેંકોએ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો

કેનની અછત દૂર કરવા કંપનીઓ શું કરી રહી છે?

દેશમાં પૂરતા કેન ઉપલબ્ધ ન હોવાથી કંપનીઓ વિદેશમાંથી કેન આયાત કરી રહી છે. આ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE), શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય દેશોનો સહારો લેવામાં આવી રહ્યો છે.જોકે વિદેશથી આયાત કરવામાં આવતા કેન સ્થાનિક કેન કરતાં લગભગ 25થી 30 ટકા મોંઘા પડે છે. તેના કારણે કંપનીઓનો પેકેજિંગ ખર્ચ વધી રહ્યો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો કંપનીઓ માટે વધતા ખર્ચનું વ્યવસ્થાપન કરવું પડકારજનક બની શકે છે.

મિડલ ઈસ્ટના યુદ્ધથી સપ્લાય પર કેવી અસર પડી?

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય વ્યવસ્થામાં અડચણો ઊભી થઈ છે. તેની અસર એલ્યુમિનિયમના કેનના પુરવઠા પર પણ પડી રહી છે. દેશમાં વધતી માંગ સામે સ્થાનિક ઉત્પાદન પૂરતું નથી અને વિદેશથી કેન મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.આ સ્થિતિમાં કંપનીઓને વૈકલ્પિક દેશોમાંથી કેન મંગાવવા પડી રહ્યા છે. જોકે આ વિકલ્પ વધુ ખર્ચાળ છે. એટલે એક તરફ કેનની ઉપલબ્ધતા જાળવવાનો પડકાર છે તો બીજી તરફ પેકેજિંગનો ખર્ચ પણ વધી રહ્યો છે.

શું બજારમાંથી બિયર ગાયબ થઈ જશે?

એલ્યુમિનિયમના કેનની અછતનો અર્થ એવો નથી કે ભારતમાં બિયર સંપૂર્ણપણે બજારમાંથી ગાયબ થઈ જશે. હાલની સમસ્યા બિયર કે સોફ્ટ ડ્રિંક્સની અછત કરતાં તેના પેકિંગ માટે વપરાતા કેનની અછત સાથે વધુ સંબંધિત છે.જોકે કેન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં થાય તો કેટલીક બ્રાન્ડના પ્રોડક્ટ્સની સપ્લાય પર અસર પડી શકે છે. ખાસ કરીને કેનમાં વેચાતી બિયર અને સોફ્ટ ડ્રિંક્સની ઉપલબ્ધતા કેટલાક બજારોમાં પ્રભાવિત થઈ શકે છે.

ગ્રાહકો પર શું અસર પડી શકે?

કેનની અછત અને આયાતી કેનના વધેલા ખર્ચને કારણે કંપનીઓ પર આર્થિક દબાણ વધી રહ્યું છે. તેની અસર પ્રોડક્ટ્સની સપ્લાય અને પેકેજિંગના ખર્ચ પર પડી શકે છે. જોકે આ વધારાનો ખર્ચ ગ્રાહકો સુધી પહોંચશે કે નહીં અને પહોંચશે તો કિંમતોમાં કેટલો ફેરફાર થશે તે અંગે હાલ ચોક્કસ કહી શકાય નહીં.હાલ ગ્રાહકો માટે મુખ્ય ચિંતા કેટલીક બ્રાન્ડની ઉપલબ્ધતા ઘટવાની છે. દેશમાં કેનનું ઉત્પાદન વધે અને આંતરરાષ્ટ્રીય સપ્લાય સામાન્ય બને તો આ સમસ્યા હળવી થઈ શકે છે. પરંતુ નવી ઉત્પાદન ક્ષમતા ઊભી કરવામાં સમય લાગતો હોવાથી નજીકના સમયમાં અછત દૂર કરવી પડકારજનક બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Beer Can Shortage India Aluminium Can Shortage Middle East War Impact

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ