ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હત્યા કે આત્મહત્યાનું રહસ્ય, મોડલ શ્રદ્ધા દુબેના હાથમાં હાથ નાખીને જતો દેખાયો બિઝનેસમેન શિવા શર્મા

લખનઉ / હત્યા કે આત્મહત્યાનું રહસ્ય, મોડલ શ્રદ્ધા દુબેના હાથમાં હાથ નાખીને જતો દેખાયો બિઝનેસમેન શિવા શર્મા

Published By: Hiralal Parmar

Last Updated: 07:49 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનઉના બિઝનેસમેન શિવા શર્માના મોતનું રહસ્ય ઘેરાયું છે જેનો હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

લખનઉના વેપારી શિવા શર્માના મોત મામલે નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં તે મોડલ કે જેના પર શિવાની હત્યાનો આરોપ છે, તે સીડીઓ પરથી નીચે ઉતરતો અને શ્રદ્ધા દુબેનો હાથ પકડીને ચાલતો દેખાઈ રહ્યો છે.

મામલો સતત નવા વળાંક લઈ રહ્યો છે. હવે આ મામલા સાથે જોડાયેલા નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમાં શિવા શર્મા સીડીઓ પરથી નીચે ઉતરતો અને શ્રદ્ધા દુબેનો હાથ પકડીને ચાલતો દેખાઈ રહ્યો છે. આ બંનેથી પહેલાં શ્રદ્ધાની બહેન રશ્મિ હાથમાં મોબાઇલ પકડીને સીડીઓ પરથી નીચે ઉતરે છે. આ ફૂટેજ કથિત રીતે શિવાના મોત પહેલાંના છે. જણાવી દઈએ કે શિવાની હત્યાના આરોપમાં શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ દુબે અને ડ્રાઇવર દાનિશ ઉર્ફે તનવીરને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

CCTVમાં શ્રદ્ધા દુબે, શિવા શર્મા અને રશ્મિ એકસાથે જતાં દેખાયા

અવધ એપાર્ટમેન્ટમાં ફ્લેટના માલિક અજય રાયના ત્યાં લગાવવામાં આવેલા CCTVમાં શ્રદ્ધા દુબે, શિવા શર્મા અને રશ્મિ એકસાથે જતા દેખાઈ રહ્યા છે. આ અંગે અજય રાયે જણાવ્યું કે તે ઉગ્ર સ્વભાવની મહિલા હતી. કોઈને ગાળો આપવાની તેની રીત એટલી ભયાનક હતી કે સામેની વ્યક્તિને વિશ્વાસ જ ન આવે કે આટલી સુંદર મહિલા આવી ગાળો આપી શકે છે. શ્રદ્ધાના આવા વલણને કારણે મેં આ CCTV લગાવ્યા હતા. તેને આ બાબતે પણ વાંધો હતો.

નાગપુરથી ઝડપાયા શ્રદ્ધા, રશ્મિ અને ડ્રાઇવર

લખનઉ પોલીસે મંગળવારે શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ અને ડ્રાઇવર દાનિશને નાગપુરના એક એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરી હતી. પૂછપરછમાં શ્રદ્ધાએ અનેક સવાલોના જવાબ આપવાનું ટાળ્યું અને વારંવાર કહ્યું કે તેના વકીલ સાથે વાત કરવામાં આવે. રશ્મિ અને ડ્રાઇવરને પણ અલગ-અલગ સવાલો પૂછવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shiva Sharma death Shiva Sharma

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ