ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરા નજીક ટ્રેનમાં MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, DRIએ કરી મોટી કાર્યવાહી
Last Updated: 08:14 PM, 24 October 2026
ADVERTISEMENT
વડોદરા નજીક દોડતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં DRIએ MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ડીઆરઆઈએ નાઈજિરિયન મહિલાની ધરપકડ કરી છે. DRI ની ટીમને બાતમી મળી હતી કે અમૃતસરથી બાંદ્રા જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન મારફતે પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે. બાતમી મળતાં જ DRIના અધિકારીઓએ ચાલુ ટ્રેનમાં જ સઘન ચેકિંગ શરુ કર્યું હતું જેમાં નાઈજિરિયન મહિલા પાસેથી નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
ADVERTISEMENT
અમૃતસરથી બાંદ્રા જતી ટ્રેનમાં ડ્રગ્સ કબ્જે કરાયું
ટ્રેન અમૃતસરથી બાંદ્રા જતી હતી અને તેમાં ડ્રગ્સ કબજે કરાયું છે.પોલીસ હાલમાં નાઈજેરિયન મહિલાની પૂછપરછ કરી રહી છે.
ADVERTISEMENT
એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
હજુ બે દિવસ પહેલાં જ સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પાસે એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.