ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! બીજી બાદ હવે ત્રીજી T20iમાંથી પણ દિગ્ગજ પ્લેયર આઉટ

સ્પોર્ટ્સ / ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! બીજી બાદ હવે ત્રીજી T20iમાંથી પણ દિગ્ગજ પ્લેયર આઉટ

Published By: Jinal Chauhan

Last Updated: 02:26 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો ઈશાન કિશન ઈજાને કારણે બીજી મેચ બાદ ત્રીજી મેચમાં પણ રમી શકશે નહીં. તેની ગેરહાજરીમાં હવે ભારતીય ટીમ કઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતરે છે તેના પર સૌની નજર રહેશે.

ADVERTISEMENT

ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝ વચ્ચે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો વિકેટકીપર-બેટર ઈશાન કિશન સ્નાયુઓમાં ખેંચાણને કારણે બીજી મેચ બાદ હવે ત્રીજી T20 મેચમાંથી પણ બહાર થઈ ગયો છે.

ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝમાં ઈશાન કિશનની ગેરહાજરી ટીમ માટે ચિંતાનો વિષય બની છે. ઈશાનને થયેલી ઈજાને કારણે તે બીજી મેચમાં રમી શક્યો નહોતો. હવે તે 27 ઓક્ટોબરે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી T20 મેચમાં પણ જોવા નહીં મળે. ફેન્સને આશા હતી કે ઈશાન ત્રીજી મેચમાં વાપસી કરશે, પરંતુ ઈજાને કારણે તેની રાહ જોવી પડશે.

ishan-kishan-1

પહેલી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે થઈ હતી ઈજા

ઈશાન કિશનને 22 ઓક્ટોબરે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી સિરીઝની પ્રથમ T20 મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઈજા થઈ હતી. તેના શરીરની જમણી બાજુના એડક્ટર સ્નાયુમાં સામાન્ય ખેંચાણ આવ્યું છે. ઈશાનની ઉંમર 28 વર્ષ છે અને હાલ તે ભારતીય ટીમ માટે સારા ફોર્મમાં રમી રહ્યો છે. તેને વધુ ઈજા ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આરામ આપવામાં આવ્યો છે.

ઈશાનની જગ્યાએ કુમાર કુશાગ્રને ટીમમાં સ્થાન

ઈશાન કિશનની ગેરહાજરીમાં કુમાર કુશાગ્રને ટીમમાં કવર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ઈશાન વિકેટકીપિંગની સાથે આક્રમક બેટિંગ માટે પણ જાણીતો છે. આવી સ્થિતિમાં તેની ગેરહાજરી ભારતીય ટીમના બેટિંગ કોમ્બિનેશન પર અસર કરી શકે છે. જોકે ટીમ પાસે અન્ય ખેલાડીઓ પણ છે, જે આ તકનો લાભ લઈને પોતાનું પ્રદર્શન બતાવી શકે છે.

પ્રથમ મેચમાં ભારતે 226 રનનો લક્ષ્યાંક પાર કર્યો હતો

સિરીઝની પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમે 226 રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કરીને શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં સંજુ સેમસને માત્ર 33 બોલમાં 67 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પણ 42 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ યુવા ખેલાડી નમન ધીરે માત્ર 15 બોલમાં અણનમ 42 રન ફટકારીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20I પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, આ દિગ્ગજ પ્લેયરની એન્ટ્રી

ભારતની નજર સિરીઝમાં લીડ વધારવા પર

ભારતીય ટીમે પ્રથમ મેચ જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. બીજી મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હવે ટીમ ઈન્ડિયાની નજર પોતાની જીતની લય જાળવી રાખવા પર છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ સિરીઝમાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરી છે. ઈશાન કિશનની ગેરહાજરી વચ્ચે ભારતીય ટીમના બાકીના ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે તેના પર ફેન્સની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs New Zealand T20 Ishan Kishan Ruled Out Ishan Kishan Injury

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ