ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના વેપારીને અમદાવાદની ઠગબાજ મહિલાએ ચોપડ્યો લાખોનો ચૂનો, કિસ્સો ચોંકાવનારો

છેતરપિંડી / પાટણના વેપારીને અમદાવાદની ઠગબાજ મહિલાએ ચોપડ્યો લાખોનો ચૂનો, કિસ્સો ચોંકાવનારો

Published By: Vishal Khamar
Reported By: Bharat Prajapati

Last Updated: 12:50 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સિંધુભવન સ્થિત 9-પ્રોજેક્ટનાં માલિક મીતા ચાંદક સામે પાટણના વેપારીને ઇન્ટિરિયર કામના નામે ₹50 લાખની છેતરપિંડી કરવાનો આરોપ. ₹64 લાખ લઈને માત્ર ₹20 લાખનું કામ કર્યાની ફરિયાદ.

ADVERTISEMENT

પાટણના હારીજના વહેપારી જેવો હાલ અમદાવાદ ખાતે વાડજ મા પોતાનું સપનાનું આલીસન ઘર બનાવી રહ્યા છે અને જેનુ ઇન્ટેરિયર નુ કામ આપવા વિવિધ વેફસાઈડ જેયા બાદ અમદાવાદની મીતા ચાદરને પોતાના ઘરનુ કામ 72 લાખના બજેટમાં આપ્યું હતુ. જે માટે 65 લાખ વહેપારીએ ચૂકવી દીઘા હતા. પરંતુ આ ઠગબાજ મીતા ચાદર દ્વારા કામ અઘુરું મૂકી ફરાર થઈ ગઈ હતી.

બાદમાં વહેપારી દ્વારા મીતાને શોધવા ખુબ પ્રયાસ કર્યા પરંતુ મીતા હાથ ન લાગી બાદમાં વહેપારી દ્વારા તપાસ કરતા આ મીતા ચાદર દ્વારા સોશિયલ મીડિયા પર અલગ અલગ આલીસાન રીલ અને લોભામણી જાહેરાતો બનાવીને લોકોને ફસાવતી એક સાતીર ઠગ મહિલાનો પર્દાફાશ થયો છે. અમદાવાદના પોશ સિંધુભવન રોડ પર 'નાઈન પ્રોજેક્ટ' (સ્ટાઇલિંગ સ્ટુડિયો) ચલાવતી મીતા ચાંદક નામની મહિલા સામે હારીજ પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયાની છેતરપિંડીની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે

સમગ્ર મામલાની વિગત એવી છે કે, હારીજના એક વેપારીએ પોતાના અમદાવાદના વાડજ ખાતે આવેલા મકાનના ઇન્ટિરિયર કામ માટે આ ઠગ મહિલાને માતબર 65 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ મીતા ચાંદકે માત્ર 20 લાખ રૂપિયાનું જ કામ કર્યું હતું અને બાકીનું અધૂરું કામ છોડીને ફરાર થઈ ગઈ હતી. આમ, વેપારીને સીધો 50 લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ ઠગબાજ મીતા ચાંદક પોતાની પ્રોફેશનલ વેબસાઈટ તેમજ ફેસબુક,instagram અને ગૂગલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવનવા આકર્ષક વીડિયો શેર કરીને લોકોને ઉત્તમ કામ કરી આપવાના બહાને પોતાના જાળમાં ફસાવતી હતી હારીજના વેપારી ઉપરાંત આ મહિલાએ એકાએક અનેક લોકોને ટાર્ગેટ કર્યા હોવાનું ખુલ્યું છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મીતા ચાંદક દ્વારા અમદાવાદમાં જ અન્ય 16 જેટલા લોકોને આવી જ રીતે લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે

અમદાવાદમાં શિકાર બનેલા આ તમામ 16 ભોગ બનનારાઓ દ્વારા અગાઉ આ મહિલાને કાનૂની નોટિસો પણ આપવામાં આવી ચૂકી છે એટલું જ નહીં, આ ઠગબાજ મહિલા વિરુદ્ધ અગાઉ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પણ નાણાં દબાવવા અને હેરાફેરી કરવા બાબતે ગુનો નોંધાઈ ચૂક્યો છે.

દેવાંગ ઠક્કર (ભોગ બનનાર ફરિયાદી)

હાલ તો હારીજ પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આ સાતીર ઠગ મહિલાને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે, ત્યારે આગામી દિવસોમાં આ ઠગાઈનું નેટવર્ક કેટલું મોટું છે તે અંગે વધુ ખુલાસા થવાની પૂરી સંભાવના છે.

પરેશ રેણુકા (dysp પાટણ)

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છતાંય PG કેમ સીલ ના કર્યા? ટિપ્પણી સાથે AMCને HCની નોટિસ

સપનાનું ઘર બનાવવાની ઈચ્છા ક્યારેક મોંઘી સાબિત થઈ શકે છે, તેની સાક્ષી પૂરે છે અમદાવાદના દેવાંગ ઠક્કરની આ આપવીતી. દેવાંગભાઈ અને તેમના પત્નીએ પોતાના અમદાવાદન ખાતેના ઘર ના ઇન્ટિરિયર ના પ્રોજેક્ટ માટે 'X Styling Studio' (એગ્ઝ સ્ટાઇલિંગ સ્ટુડિયો) નામની ફર્મનો સંપર્ક કર્યો હતો આ સ્ટુડિયો ચલાવતા આર્કિટેક્ટ મીતા ચાંદકને તેમણે ઘરના કામની જવાબદારી સોંપી હતી. શરૂઆતમાં આર્કિટેક્ટ દ્વારા મોટા-મોટા દાવા કરવામાં આવ્યા, વાયદાઓ અપાયા અને વિશ્વાસ જીતવા માટે કામ શરૂ કરાયું. જેના ભાગરૂપે દેવાંગભાઈએ શરૂઆતમાં દોઢ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા અને ત્યારબાદ કટકે-કટકે કરીને કુલ 65 લાખ રૂપિયા જેટલું તોતિંગ પેમેન્ટ ચૂકવી દીધું અંદાજે 72 થી 75 લાખ રૂપિયાના કુલ બજેટમાંથી માત્ર 20 લાખ રૂપિયાનું જ કામ કરવામાં આવ્યું અને અચાનક જ બાકીનું કામ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતુ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patan businessman cheated Mita Chandak fraud case Ahmedabad fraud news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ