ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા AMCનો મોટો પ્લાન, સ્ટેડિયમ સુધી મળશે સીધી કનેક્ટિવિટી

ગુજરાત / અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા AMCનો મોટો પ્લાન, સ્ટેડિયમ સુધી મળશે સીધી કનેક્ટિવિટી

Published By: Nidhi Panchal

Last Updated: 12:39 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રાણીપ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા AMC દ્વારા રાધાસ્વામી રોડથી અચેર ડેપો સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે

ADVERTISEMENT

રાણીપ અને આસપાસના વિસ્તારોમાંથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીની અવરજવર વધુ સુગમ બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા રાધાસ્વામી રોડથી બકરા મંડી થઈ અચેર ડેપો સુધી રેલવે ઓવર બ્રિજ (આરઓબી) બનાવવામાં આવશે. આ માટે મ્યુનિસિપલ તંત્રએ રાણીપમાં રાધાસ્વામી રોડથી બકરા મંડી થઈ અચેર ડેપો સુધીના માર્ગને પહોળો કરવાની કવાયત શરૂ કરી છે.

Ranip

હાલમાં આ માર્ગની પહોળાઈ અલગ અલગ છે, પરંતુ આખા માર્ગને એકસમાન ૩૬ મીટર પહોળો કરવાની યોજના છે. આ પહોળા કરાયેલા માર્ગ પર રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજના નિર્માણ માટે એએમસીના એન્જિનિયરિંગ વિભાગે રેલવે પાસે મંજૂરી માગી છે. મંજૂરી મળ્યા બાદ માટી પરીક્ષણ સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.

૨૦૨૬-૨૭ના બજેટમાં પાંચ સ્થળે બ્રિજ

એએમસીએ તેના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં પાંચ સ્થળે બ્રિજ બનાવવા માટે શક્યતાદર્શી અભ્યાસ હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. રાણીપના આ ઓવર બ્રિજના શક્યતાદર્શી અભ્યાસમાં હાલના માર્ગને ૩૬ મીટર પહોળો કરવાની ભલામણ કરવામાં આવી છે. બ્રિજની બંને બાજુએ ૬.૫ મીટર પહોળા સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે.

૨૦૦થી ૨૫૦ મીટર પહેલાંથી શરૂ થતો બ્રિજ રેલવે ટ્રેક

રાણીપ તરફ હાલની રેલવે લાઈનથી આશરે ૨૦૦થી ૨૫૦ મીટર પહેલાંથી શરૂ થતો બ્રિજ રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ અચેર ડેપો પાસેના મુખ્ય માર્ગ પર ઊતરશે. ડેપોનો આ માર્ગ બીઆરટીએસ કોરિડોર સાથે જોડાયેલો હોવાથી ત્યાંથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ સુધી સીધી કનેક્ટિવિટી મળશે.

ગાંધી આશ્રમ પાસેનો રસ્તો બંધ થતાં ટ્રાફિકની સમસ્યા વકરી

એએમસીએ ગાંધી આશ્રમ સામેનો રસ્તો બંધ કરી દીધો હતો. તેના વિકલ્પરૂપે કાર્ગો મોટર્સથી રાણીપ બસ સ્ટેન્ડ સુધીનો નવો રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો, જોકે ગાંધી આશ્રમ રોડ બંધ થયા બાદ રાણીપ બસ ટર્મિનલ જંક્શન અને આરટીઓ સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી.

૫૦૦ મીટરના રસ્તાને કાયમી ધોરણે બંધ કરવાની યોજના બનાવી

આ અંગે એએમસીએ કાર્ગો મોટર્સ રોડથી બત્રીસી ભવન સુધીના આશરે ૫૦૦ મીટરના રસ્તાને કાયમી ધોરણે બંધ કરવાની યોજના બનાવી હતી. આ અંગે ૧૭ જાન્યુઆરીથી ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન લેખિત વાંધા મંગાવતી જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એએમસીને કુલ છ લેખિત વાંધા મળ્યા હતા, જોકે આ વાંધાઓને ફગાવી દેવામાં આવ્યા હતા.

ચાંદખેડા કે સાબરમતી તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકની ભારે સમસ્યાનો સામનો કરવો પડે

રાણીપ અથવા વાડજથી ૧૩૨ ફૂટ રિંગ રોડ મારફતે ચાંદખેડા કે સાબરમતી તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકની ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં ચીમનભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત સુભાષ બ્રિજને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનની તૈયારીઓ વચ્ચે રાણીપના રાધાસ્વામી રોડથી અચેર ડેપો સુધીનો પ્રસ્તાવિત ઓવર બ્રિજ શહેરના નવા માળખાકીય વિકાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ચંદ્રભાગા નાળાના કામમાં જમીનનો વિવાદ નડ્યો

રાણીપમાં ચંદ્રભાગા નાળા પરના રસ્તાને પહોળો કરવાની યોજના પણ જમીન સંપાદનના મુદ્દે અટવાઈ હતી. એએમસીએ પ્રબોધ રાવલ બ્રિજથી ૧૩૨ ફૂટ રિંગ રોડ સુધી ૨૪ મીટર પહોળો રસ્તો બનાવવાની મંજૂરી આપી હતી, જેથી ચાંદખેડા અને સાબરમતી તરફ સીધી અવરજવર થઈ શકે, જોકે સાબરમતી સેન્ટ્રલ જેલના સત્તાધીશોએ જમીન સંપાદન સામે વાંધો ઉઠાવ્યા બાદ એક દાયકા કરતાં વધુ સમયથી આ કામ અટકેલું છે.

આ પણ વાંચો : પાર્સલની આડમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા ગુજરાત પોલીસનો એક્શન પ્લાન, હવે પોર્ટર સહિતની ડિલિવરી એપ્સ પર વધશે દેખરેખ!

વર્ષ ૨૦૧૪માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે ૨૪ મીટર પહોળો રસ્તો બનાવવા ચંદ્રભાગા નાળાને પૂરી દેવાની મંજૂરી આપી હતી, જોકે જેલની જમીનનો પ્રશ્ન ઊભો થતાં કામ આગળ વધી શક્યું નહોતું. એએમસી હવે નાળાને પૂરી દેવાની કામગીરી પૂર્ણ કરી ચૂક્યું છે અને ૧,૨૦૦ મીટર લાંબી ડક્ટલાઈન પણ નાખી દીધી છે. હવે વાડજના દાંડી બ્રિજથી રાણીપ થઈ સાબરમતીના જવાહરચોક સુધીના નાળા પરના બાકી ભાગને પૂરી દેવાની યોજના છે, જોકે નવી નાખવામાં આવેલી ડક્ટલાઈન ઉપર ખુલ્લો રસ્તો બનાવવામાં આવશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AMC Infrastructure Ranip Traffic Ahmedabad Overbridge

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ