ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાંબી બીમારી બાદ ઘરે પહોંચેલા મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીનો હુંકાર, "સિંહ સિંહ જ હોય"
Last Updated: 11:43 AM, 24 October 2026
ADVERTISEMENT
ભાવનગર: રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી લાંબી બીમારી બાદ સ્વસ્થ થઈને ભાવનગર પરત ફર્યા છે. તેઓ પોતાના નિવાસસ્થાન મીરા કુંજ ખાતે પહોંચતાં જ સમર્થકો અને કોળી સમાજના આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મંત્રીના આગમનના સમાચાર મળતાં જ તેમના મતવિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો શુભેચ્છા પાઠવવા માટે ઉમટી પડ્યા હતા.
ADVERTISEMENT

મંત્રીના આગમનથી સમર્થકોમાં ઉત્સાહ
ADVERTISEMENT
પુરુષોત્તમ સોલંકી સ્વસ્થ થઈને ભાવનગર પરત ફરતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મીરા કુંજ ખાતે તેમને મળવા માટે કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ ઉપરાંત શહેર અને જિલ્લાના ભાજપના સ્થાનિક આગેવાનોએ પણ મંત્રીની મુલાકાત લઈને તેમની તબિયત અંગે ખબરઅંતર પૂછ્યાં હતાં અને શુભેચ્છાઓ પાઠવી હતી.
ADVERTISEMENT
‘સિંહ તો સિંહ જ છે’, મંત્રીનો આગવો અંદાજ
લાંબી બીમારી બાદ ભાવનગર પરત ફરેલા પુરુષોત્તમ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં હુંકાર કરતાં કહ્યું હતું કે, ‘સિંહ તો સિંહ જ છે, 30 વર્ષ પહેલાં જેવો હતો, આજે પણ એવો જ છું.’ તેમના આ નિવેદનથી મંત્રીના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટૂંક સમયમાં સરકાર ત્રણ મુદ્દાઓ પર લઇ શકે સકારાત્મક નિર્ણય, ઉમિયાધામ સિદસર બન્યું મધ્યસ્થી
લાંબા સમય બાદ મંત્રી પોતાના નિવાસસ્થાને પરત ફરતાં તેમને મળવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો. મીરા કુંજ ખાતે સમર્થકો અને ભાજપના આગેવાનોની મુલાકાતોનો માહોલ જામ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.