ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ભારત / ‘કચ્ચા બદામ’ ગીતથી જ ભડકી અંજલિ અરોરા? કાનપુરના કાર્યક્રમમાં વિવાદ, હવે કરોડોની માગણી!
Last Updated: 08:07 PM, 23 October 2026
ADVERTISEMENT
‘કચ્ચા બદામ’ ગીતથી ફેમસ બનેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંજલિ અરોરા ફરી એકવાર વિવાદમાં આવી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં યોજાયેલા ‘નગાડા નાઇટ્સ’ કાર્યક્રમને લઈને અંજલિ અને આયોજકો વચ્ચે વિવાદ વકર્યો છે. જેમાં આયોજકોએ અંજલિને 1.20 કરોડની કાનૂની નોટિસ મોકલી હોવાનો દાવો કર્યો છે
ADVERTISEMENT
શું છે આખો મામલો?
આ વિવાદ 15 ઓક્ટોબર, 2026ના રોજ કાનપુરના લાજપત ભવન લોનમાં યોજાયેલા ‘નગાડા નાઇટ્સ’ કાર્યક્રમ સાથે જોડાયેલો છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે, અંજલિ અરોરાએ સ્ટેજ પર 45 મિનિટ સુધી પર્ફોર્મ કરવાનું હતું પરંતુ તેને માત્ર 12 મિનિટ જ ડાન્સ કર્યો અને ત્યારબાદ કાર્યક્રમ છોડીને જતી રહી હતી. અંજલિના ટૂંકી પર્ફોર્મન્સને કારણે સ્પોન્સર્સ નારાજ થયા અને તેમને કાર્યક્રમની બાકી રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો. તેના કારણે આયોજકોને આશરે 20 લાખનું આર્થિક નુકસાન થયું હતું.
ADVERTISEMENT
આયોજકોના જણાવ્યા અનુસાર, અંજલિની પર્ફોર્મન્સ માટે શરૂઆતમાં 3 લાખ નક્કી થયા હતા. તેમાંથી 2.75 લાખ અલગ-અલગ બેંક ખાતાંમાં ચૂકવવામાં આવ્યા હોવાનો તેમનો દાવો છે. અંજલિ અને તેમની ટીમના ચાર સભ્યોની હવાઈ મુસાફરી, રહેવા અને જમવાની વ્યવસ્થા પણ આયોજકોએ કરી હતી. અંજલિ 15 ઓક્ટોબરે કાનપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ બાકીના 75 હજાર મળ્યા ત્યાં સુધી બહાર આવવા તૈયાર નહોતાં.
કચ્ચા બદામ’ ગીત વાગતાં જ કેમ થયો વિવાદ?
ADVERTISEMENT
આ સમગ્ર મામલામાં સૌથી વધુ ચર્ચા અંજલિના વાયરલ સોંગ‘કચ્ચા બદામ’ને લઈને થઈ હતી. આયોજક અમન નિગમના દાવા પ્રમાણે, કાર્યક્રમ દરમિયાન આ સોંગ વગાડવામાં આવ્યું ત્યારે અંજલિ નારાજ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમની અને કાર્યક્રમ સાથે જોડાયેલા લોકો વચ્ચે બોલાચાલી થઈ હોવાનો આરોપ છે. આયોજકોનું કહેવું છે કે જે ગીતથી અંજલિને દેશભરમાં ઓળખ મળી એ જ ગીત વગાડવા સામે તેને વાંધો ઉઠાવ્યો હતો.
અંજલિ અરોરાએ પણ રજૂ કર્યો પોતાનો પક્ષ
ADVERTISEMENT
વિવાદ વધ્યા બાદ અંજલિ અરોરાએ 19 ઓક્ટોબરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને પોતાની વાત રજૂ કરી હતી. જેમાં તેને સ્પષ્ટતા કરી હતી કે તેમને ‘કચ્ચા બદામ’ સોંગથી કોઈ સમસ્યા નથી અને આ સોંગે જ તેમને મોટી ઓળખ અપાવી છે. તેની નારાજગીનું કારણ સોંગ નહીં પરંતુ કાર્યક્રમના આયોજનમાં થયેલી ગેરવ્યવસ્થા અને તેમની સુરક્ષાને લગતી ચિંતાઓ હતી. તેમના રૂમની બહાર વારંવાર લોકો આવી રહ્યા હતા અને ફોટા પડાવવા માટે પણ દબાણ થઈ રહ્યું હતું. આ કારણે તે ઇનસિક્યોર ફીલ કરી રહી હતી. અંજલિએ વધુમાં કહ્યું હતું કે તેમની નારાજગી કાનપુરના તમામ લોકો સામે નહોતી પરંતુ અમુક લોકોના વર્તન સામે હતી.
અંજલિના આરોપો બાદ આયોજક પક્ષે પણ પોતાનો બચાવ કર્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, અંજલિની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમની ટીમ સાથે બાઉન્સર્સ પણ હાજર હતા.
ADVERTISEMENT
આયોજકોએ અંજલિ અરોરાને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસમાં કુલ 1.20 કરોડ રૂપિયાના વળતરની માગ કરવામાં આવી છે. જેમાં આયોજક પક્ષે 15 દિવસની અંદર વળતર ચૂકવવા અને જાહેરમાં માફી માગવાની માગ પણ કરી છે. આ સિવાય પોલીસમાં ફરિયાદ કરીને FIR નોંધવાની માગ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT