ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતે ક્રાઇસ્ટચર્ચ T20માં કર્યા રેકોર્ડ રન ચેઝ, ન્યુઝીલેન્ડનો પરાજય

IND vs NZ / ભારતે ક્રાઇસ્ટચર્ચ T20માં કર્યા રેકોર્ડ રન ચેઝ, ન્યુઝીલેન્ડનો પરાજય

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:35 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs New Zealand 1st T20I: ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ આમને સામને થઇ હતી. ન્યુઝીલેન્ડે ભારત સામે 226 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

ADVERTISEMENT

India vs New Zealand 1st T20I: ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ આમને સામને થઇ હતી. ન્યુઝીલેન્ડે ભારત સામે 226 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ લક્ષ્ય આસાન ન હતો, પરંતુ ભારતીય બેટ્સમેનોએ પલ્લુ પલટી નાખ્યુ હતું.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરીજની પહેલી મેચ ગુરુવારે (22 ઓક્ટોબર) રમાઈ હતી. ભારતે ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ ખાતે આ મેચ 4 વિકેટથી જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડે ભારતને જીતવા માટે 226 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે તેમણે 2 બોલ બાકી રહેતા પ્રાપ્ત કર્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે ભારતે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં આટલા મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. આ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનો સૌથી મોટો સફળ રન ચેઝ છે.

સંજુ સેમસન અને નમન ધીર ભારતીય ટીમની જીતના હીરો હતા. સંજુએ 68 રન સાથે વિજયનો પાયો નાખ્યો. જ્યારે ધીરે માત્ર 15 બોલમાં 42 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ટીમનું યુરોપિયન પ્રવાસ પર નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ન્યુઝીલેન્ડમાં ભારત માટે પડકાર સરળ નથી.

ભારતની બેટિંગ

ભારતીય ટીમે રન ચેઝમાં તોફાની શરૂઆત કરી. સંજુ સેમસન અને અભિષેક શર્માએ 5.5 ઓવરમાં 93 રનની ભાગીદારી કરી. સેમસનએ 33 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 67 રન બનાવ્યા. અભિષેકે 12 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સહિત 29 રનનું યોગદાન આપ્યું. માઈકલ બ્રેસવેલે અભિષેકને આઉટ કરીને ઓપનિંગ ભાગીદારી તોડી. ત્યારબાદ કેપ્ટન મિશેલ સેન્ટનરે સેમસનને આઉટ કર્યો.

ત્યાંથી શ્રેયસ ઐયર અને અક્ષર પટેલે પાંચમી વિકેટ માટે 45 રન ઉમેરીને ભારતને વાપસી અપાવી. અક્ષર પટેલે લોકી ફર્ગ્યુસન દ્વારા આઉટ થયા પહેલા 24 રન બનાવ્યા. ત્યારબાદ શ્રેયસે નમન ધીર સાથે છઠ્ઠી વિકેટ માટે 22 બોલમાં 43 રન બનાવ્યા. શ્રેયસે ઇનિંગ્સની 19મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો. શ્રેયસે 28 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 42 રનનું યોગદાન આપ્યું. ત્યાંથી નમન ધીર અને નીતિશ રેડ્ડીએ ભારતને જીતની મંજીલ સુધી પહોચાડ્યુ હતું.

VTV Digital 1

આ પણ વાંચોઃ Womens T20 World Cup / ICCએ જાહેર કર્યું U19 મહિલા T20 વર્લ્ડકપ 2027નું શેડ્યૂલ, આ તારીખે ભારતની પ્રથમ મેચ

મુકાબલામાં ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 4 વિકેટે પર 225 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે મજબૂત શરૂઆત કરી. ટિમ સીફર્ટ અને ફિન એલને પ્રથમ વિકેટ માટે 49 રન ઉમેર્યા. મયંક યાદવે ટિમ સીફર્ટ (24 રન) ને આઉટ કરીને સાજેદારીનો અંત લાવ્યો. અક્ષર પટેલ દ્વારા આઉટ થયા પહેલા ફિન એલન ખતરનાક દેખાઈ રહ્યો હતો. એલને 24 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 45 રનનું યોગદાન આપ્યું. ડેરિલ મિશેલ (28 રન) પણ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ અર્શદીપ સિંહે તેની ઇનિંગને રોકી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs NZ T20 India vs New Zealand

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ