ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસની આરોપી રાધા કોર્ટમાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડી, પોલીસે કઢાવશે માહિતી

ક્રાઈમ / VIDEO : ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસની આરોપી રાધા કોર્ટમાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડી, પોલીસે કઢાવશે માહિતી

Published By: Hiralal Parmar

Last Updated: 05:34 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરવાના કેસમાં આરોપી રાધા કોર્ટમાં ધ્રુસકે-ધ્રુસકે રડી હતી.

ADVERTISEMENT

બોલીવૂડ એક્ટર ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબાર કેસમાં આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટમાં રિમાન્ડ કાર્યવાહી શરૂ થાય તે પહેલાં રાધા ખૂબ રડતી જોવા મળી હતી. રાધાને અન્ય ત્રણ આરોપીઓ, બબીતા, કુણાલ અને સુમિત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

આરોપીઓ 26 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં

આરોપીઓને 26 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે હવે તેમની પાસેથી માહિતી કઢાવશે. નોંધનીય છે કે રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો . આ ઘટનામાં અભિનેતા સુરક્ષિત બચી ગયો હતો, જ્યારે તેનો ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હતા. ક્રાઈમ બ્રાન્ચ હવે કથિત સંગઠિત ગુના નેટવર્ક અને આ કેસમાં અનિલ પંડિતની ભૂમિકાની તપાસ કરી રહી છે.

4 આરોપીઓ પર હથિયારો પૂરા પાડવાનો આરોપ

આ ચારેય પર ગોળીબારમાં સંડોવાયેલા આરોપીઓને હથિયારો અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવાનો આરોપ છે. કોર્ટે આરોપીઓને 26 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. એક દિવસ પહેલા કોર્ટે ત્રણ શૂટરોને પણ પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા. ગોળીબાર પાછળના હેતુની તપાસ કરવા માટે પોલીસ આ આરોપીઓને રિમાન્ડ પર લેશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ હથિયારોના પુરવઠા અને હુમલા પાછળના કાવતરાની તપાસ કરી રહી છે. પોલીસનો આરોપ છે કે રાધા અને બબીતાએ હથિયારો મુંબઈ પહોંચાડવામાં અને હુમલાખોરો સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, હુમલામાં વપરાયેલા હથિયારો હજુ સુધી મળી આવ્યા નથી. પોલીસ આ સંદર્ભમાં આરોપીઓની પૂછપરછ કરવાનો ઇરાદો ધરાવે છે.

બચાવ પક્ષે પોલીસ કસ્ટડીનો વિરોધ કર્યો

આરોપીઓના વકીલો, સત્યવ્રત જોશી અને અજિંક્ય મિર્ગલે પોલીસ કસ્ટડીની માંગનો વિરોધ કર્યો. બચાવ પક્ષે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે આરોપીઓની ધરપકડ કયા આધારે કરી અને તેમની સામે કયા નિવેદનો કે પુરાવા ઉપલબ્ધ છે તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો. વકીલોએ દલીલ કરી હતી કે આરોપીઓની ટ્રાન્ઝિટ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી ચૂકી છે, અને આરોપીઓમાંથી બે મહિલાઓ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tiger shroff firing tiger shroff firing NEWS tiger shroff

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ