ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / ટાઇગર શ્રોફ પર ફાયરિંગ બાદ હથિયારો સુરતમાં છૂપાવ્યા હોવાની માહિતી, મુંબઈ પોલીસ સુરત પોલીસના સંપર્કમાં!

બોલિવૂડ / ટાઇગર શ્રોફ પર ફાયરિંગ બાદ હથિયારો સુરતમાં છૂપાવ્યા હોવાની માહિતી, મુંબઈ પોલીસ સુરત પોલીસના સંપર્કમાં!

Last Updated: 02:29 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં સુરત કનેક્શન સામે આવતાં તપાસ વધુ તેજ બની છે. જેમાં આરોપીઓએ સુરતમાં હથિયારો અને મોબાઇલ ફોન છુપાવ્યા હોવાની માહિતી બાદ મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં સુરત કનેક્શન સામે આવ્યું છે. જેમાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ સુરતમાં પિસ્તોલ અને મોબાઇલ ફોન સહિતની અમુક વસ્તુઓ છુપાવી હોવાની માહિતી આપી છે.

આ માહિતીના આધારે મુંબઈ પોલીસ હવે સુરતમાં સ્થાનિક પોલીસની મદદથી હથિયારો અને બીજા પુરાવાઓ શોધવાની દિશામાં તપાસ કરી રહી છે. જોકે છુપાવવામાં આવેલી વસ્તુઓ હજી સુધી મળી આવી હોવાની પુષ્ટિ થઈ નથી.

18 ઓક્ટોબરે થયો હતો હુમલો

18 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કારને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના સમયે ટાઈગર ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતો. જેમાં બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની કાર પર ગોળીઓ ચલાવી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

સુરત પહોંચ્યા હતા આરોપીઓ

ફાયરિંગ બાદ આરોપીઓએ પોલીસથી બચવા માટે અલગ-અલગ રસ્તાઓનો ઉપયોગ કર્યો હોવાની તપાસમાં વિગતો સામે આવી છે. આરોપીઓ મુંબઈથી ટેક્સી મારફતે સુરત પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને સુરત રેલવે સ્ટેશન પરથી જયપુર તરફ જતી પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેન પકડી હતી.

CCTV ફૂટેજની મદદથી ધરપડક

સુરત રેલવે સ્ટેશનના CCTV ફૂટેજમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ ટ્રેન પકડવા માટે ઉતાવળમાં દોડતા જોવા મળ્યા હોવાના અહેવાલ છે. પોલીસ માટે આ ફૂટેજ આરોપીઓના ભાગી જવાના રૂટને સમજવામાં મહત્ત્વના સાબિત થયા હતા.

ટ્રેનમાંથી આરોપીઓને ઝડપી લેવાયા

મુંબઈ પોલીસને મળેલ માહિતી અને CCTV ફૂટેજની તપાસના આધારે આરોપીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં રેહાન ઉર્ફે સુક્કા, રીતિક કુરમી ઉર્ફે રોશન અને ફૂલ સિંહનાં નામ સામે આવ્યાં છે. ત્યારબાદ તેમને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા અને કેસની વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

વધુ વાંચો : કોઈ હથિયાર લાવ્યું, તો કોઈએ રેકી કરી, જુઓ ટાઈગર શ્રોફ કેસના 10 આરોપીઓની પ્રોફાઈલ

સુરતનો એન્ગલ તપાસ માટે બન્યો મહત્ત્વનો

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં સુરતનો એન્ગલ તપાસ માટે મહત્ત્વનો બન્યો છે. જો પોલીસને અહીંથી હથિયારો, મોબાઇલ ફોન કે બીજા બીજા પુરાવા મળી આવે તો હુમલાની યોજના અને આરોપીઓના ભાગી જવાના માર્ગ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. હાલમાં પોલીસની પ્રાથમિકતા હથિયારો શોધવાની, સપ્લાય નેટવર્કની તપાસ કરવાની અને હુમલા પાછળનો હેતુ જાણવા પર છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડો કે નવા ખુલાસા થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tiger Shroff Firing Case Tiger Shroff News Surat Arms Recovery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ