ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપામાં મેયર સહિત પદાધિકારીઓની પસંદગીની કવાયત તેજ!

રાજનીતિ / ગાંધીનગર મનપામાં મેયર સહિત પદાધિકારીઓની પસંદગીની કવાયત તેજ!

Published By: Nidhi Panchal
Reported By: Mehul Desai

Last Updated: 11:20 AM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 44માંથી 38 બેઠકો જીતીને ફરી સત્તા મેળવી છે. હવે મેયરની ખુરશી પર કોણ બેસશે તેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને આજે ભાજપ દ્વારા ચૂંટાયેલા કોર્પોરેટરોનો સેન્સ લેવામાં આવશે.

ADVERTISEMENT

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ચૂંટણીનો જંગ પૂરો થઈ ગયો છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે મહાનગરપાલિકાના નવા મેયર કોણ બનશે? ભાજપે ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને ફરી એકવાર સત્તા પર કબજો જમાવ્યો છે. જોકે, હવે મેયરની ખુરશી માટે કોના નામ પર મહોર લાગશે તેને લઈને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં ગાંધીનગરને નવા મેયર મળવાની શક્યતા છે. આ વચ્ચે આજે ભાજપ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી માટે મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

GNR-2

પદાધિકારીઓની પસંદગીને લઈને આજે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવશે

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની પસંદગીને લઈને આજે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવશે. બપોરે 2 વાગ્યા બાદ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોનો અભિપ્રાય લેવામાં આવશે. આ ઉપરાંત ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે પણ મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં મેયર સહિતના વિવિધ પદો માટે ચર્ચા કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આગામી 30 ઓક્ટોબર પહેલાં ગાંધીનગરના નવા મેયરની પસંદગી થઈ શકે છે. જોકે, અંતિમ નિર્ણય પક્ષ દ્વારા લેવામાં આવશે.

કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન યોજાયું

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો 11 ઓક્ટોબરે કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં કુલ 130 ઉમેદવારો મેદાનમાં હતા. 13 ઓક્ટોબરે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 44માંથી 38 બેઠકો પર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી હતી અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીને એકપણ બેઠક મળી નહોતી. ગાંધીનગરમાં કુલ 59.25 ટકા મતદાન નોંધાયું હતું.

અપક્ષ ઉમેદવારે પણ ભાજપને ટક્કર આપી

ચૂંટણી પરિણામોમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો, પરંતુ કેટલાક વોર્ડમાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે પણ ભાજપને ટક્કર આપી હતી. ખાસ કરીને વોર્ડ નંબર 6માં કોંગ્રેસે ચારેય બેઠકો જીતીને ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. જ્યારે વોર્ડ નંબર 7માં કોંગ્રેસના નગીનભાઈ નાડિયાએ જીત મેળવી હતી. આ ઉપરાંત વોર્ડ નંબર 2માં અપક્ષ ઉમેદવાર દીપિકાબેન વાઘેલાએ વિજય મેળવ્યો હતો. આમ ભાજપે મહાનગરપાલિકામાં બહુમતી મેળવી હોવા છતાં 6 બેઠકો પર અન્ય ઉમેદવારોએ જીત નોંધાવી હતી.

ભાજપે 44માંથી 41 બેઠકો જીતી

ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2021ની ચૂંટણી સાથે સરખામણી કરીએ તો તે સમયે ભાજપે 44માંથી 41 બેઠકો જીતી હતી. કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ એક બેઠક પર જીત મેળવી હતી. જોકે, આ વખતે ભાજપની બેઠકો 41થી ઘટીને 38 થઈ છે. બીજી તરફ કોંગ્રેસની બેઠકો 2થી વધીને 5 થઈ છે. આમ આદમી પાર્ટીએ અગાઉ જીતેલી એક બેઠક પણ ગુમાવી છે. આ પરિણામો દર્શાવે છે કે ગાંધીનગરમાં ભાજપનું શાસન યથાવત્ રહ્યું છે, પરંતુ કોંગ્રેસે પણ અગાઉની સરખામણીએ પોતાનું પ્રદર્શન સુધાર્યું છે.

સૌની નજર ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર પર

હવે ચૂંટણીના પરિણામો બાદ સૌની નજર ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર પર છે. આ વખતે મેયરનું પદ અન્ય પછાત વર્ગ એટલે કે OBC માટે અનામત છે. જેથી નવા મેયરની પસંદગીમાં આ બાબત પણ મહત્વની રહેશે. ભાજપ પાસે 38 કોર્પોરેટરોનું સંખ્યાબળ હોવાથી મેયર સહિતના પદાધિકારીઓની પસંદગીમાં પક્ષનો નિર્ણય મહત્વનો બનશે. આજે યોજાનારી સેન્સ પ્રક્રિયામાં ચૂંટાયેલા કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોના અભિપ્રાય બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ₹25 કરોડથી વધુના MD ડ્રગ્સ અને હેરોઇન સાથે 3 આરોપી ઝડપાયા!

ગાંધીનગર મહાનગરપાલિકામાં ફરી ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે, પરંતુ હવે મેયર તરીકે કોને જવાબદારી સોંપવામાં આવશે તે જોવાનું રહેશે. ખાસ કરીને 30 ઓક્ટોબર પહેલાં મેયરની પસંદગી થવાની શક્યતા વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આજની સેન્સ પ્રક્રિયા બાદ મેયર પદ માટેના નામોને લઈને વધુ સ્પષ્ટતા થઈ શકે છે. ત્યારે ગાંધીનગરની જનતા અને રાજકીય વર્તુળોમાં હવે એક જ ચર્ચા છે કે રાજધાનીના નવા મેયર કોણ બનશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Mayor BJP Gujarat Gandhinagar Municipal Corporation

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ