ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ''દીકરા પાસે મુંબઈ જવાના પૈસા નથી'', ટાઈગર શ્રોફ કેસમાં સુમિતની માંના હાલ બેહાલ

Tiger Shroff Case / ''દીકરા પાસે મુંબઈ જવાના પૈસા નથી'', ટાઈગર શ્રોફ કેસમાં સુમિતની માંના હાલ બેહાલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:27 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tiger Shroff Case: પોલીસે આ કેસમાં હરિયાણાના સોનીપતથી બે હથિયાર સપ્લાયર, સુમિત અને કુણાલની ​​પણ ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

ટાઇગર શ્રોફ કેસમાં હથિયાર સપ્લાય કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા યુવક સુમિતની માતાની રોઇ રોઇને હાલત ખરાબ થઇ રહી છે. સુમિતની માતાએ પુત્રને નિર્દોષ ગણાવીને તેની મુક્તિ માટે માંગ કરી છે.

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ સામે થયેલી ફાયરિંગની ઘટનામાં એક પછી એક ધરપકડો થઈ રહી છે. પોલીસે પહેલા રાજસ્થાનના કોટાથી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી હતી. ત્યારબાદ ઘણા વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં હરિયાણાના સોનીપતથી બે હથિયાર સપ્લાયર, સુમિત અને કુણાલની ​​પણ ધરપકડ કરી હતી. જોકે સુમિતની માતાએ હવે પોતાના પુત્રનો બચાવ કરતા તે નિર્દોષ હોવાનું કહી રહી છે.

કુણાલ સુમિતને લલચાવીને લઇ ગયો

નોંધનીય છે કે દિલ્હીના સ્પેશિયલ સેલ દ્વારા સુમિત અને કુણાલની ​​ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ સુમિતની માતા આશાએ એક હિન્દી ન્યૂઝ સાથેની વાતચીતમાં એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો. સુમિતના પરિવારે જણાવ્યું હતું કે તેમના પુત્રને કુણાલ તેની સાથે ફોસલાવીને લઇ ગયો હતો. પરિવારે સુમિતની આ કેસમાં સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે છેલ્લા ત્રણ વર્ષથી કાપડની દુકાનમાં કામ કરતો હતો, જ્યાં તે કુણાલના સંપર્કમાં આવ્યો હતો.

સુમિત તેના પરિવાર સાથે સોનીપતના ખારખોડામાં ભાડાના મકાનમાં રહે છે. સુમિતના પિતા ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરે છે, જ્યારે તેની માતા પણ મજૂરી કરે છે. સુમિતના પરિવારના જણાવ્યા મુજબ કુણાલના ગામના નીતિન નામના વ્યક્તિએ કુણાલ અને સુમિત વચ્ચે મુલાકાત કરાવી હતી. સુમિતની માતાના જણાવ્યા મુજબ પોલીસ પૂછપરછના બહાને તેના પુત્રને ઘરેથી લઈ ગઈ હતી અને બાદમાં ફોન કરીને જાણ કરી હતી કે તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને તેના જામીન કરાવવા કહ્યુ હતું.

VTV Digital 1

આ પણ વાંચોઃ મનોરંજન / અક્કીના ઘરે બુલેટપ્રુફ કાચ, સલમાનના ઘર બહાર કમાન્ડો તૈનાત, મુંબઈ પોલીસ હાઈ એલર્ટ

અમારી પાસે મુંબઈ જવા માટે પણ પૈસા નથી

સુમિતની માતાના જણાવ્યા મુજબ સુમિતે તેમને કહ્યું કે તે નીતિન સાથે ખાટુ શ્યામજી મંદિર જઈ રહ્યો છે. તેઓ બંને ત્યાં ગયા અને બીજા દિવસે ઘરે પાછા ફર્યા. સુમિતની માતા આશાનું માનીએ તો તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે. તેમની પાસે મુંબઈ જવા માટે પણ પૈસા નથી. પુત્રની ધરપકડ થતાં આશા મીડિયાના કેમેરા સામે રડી પડી અને સરકાર અને મીડિયાને તેમના પુત્રને મુક્ત કરવા વિનંતી કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tiger case sumit mother Sonipat News Lawrence Bishnoi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ