ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:23 PM, 21 October 2026
ADVERTISEMENT
ફેબ્રુઆરીથી મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થઇ ગયુ હતું, જેના કારણે ક્રૂડ ઓઈલ લાવવા લઇ જવામાં પરેશાની થઇ રહી હતી. આના કારણે ભારત સહિત ઘણા દેશોમાં તેલની અછત સર્જાઈ હતી. આ પછી હવે ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની તેલ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પરિણામે ગલ્ફ દેશોમાંથી આવતુ તેલ હવે કોઈપણ IOCL પેટ્રોલ પંપ પર મળશે નહીં.
ADVERTISEMENT
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે મધ્ય પૂર્વમાંથી તેલ નહી ખરીદવાનો નિર્ણય લીધો છે, જેથી તેલ માટે ગલ્ફ દેશો પર ભારતની નિર્ભરતા ના રહે.
વાર્ષિક સોદાઓમાં કાપ મુકાશે
ADVERTISEMENT
એક રિપોર્ટ મુજબ કંપની સાથે જોડાયેલા નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે ઇન્ડિયન ઓઈલ કોર્પ (IOC) 2027/28માં મધ્ય પૂર્વમાંથી તેના વાર્ષિક તેલ ખરીદી સોદામાં ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. આ પાછળનું કારણ ઈરાનમાં ચાલી રહેલ યુદ્ધ હોવાનું કહેવાય છે, જે આ પ્રદેશમાંથી પુરવઠાને અસર કરી રહ્યું છે. આ કારણે તેલ માટે ફક્ત મધ્ય પૂર્વ પર નિર્ભર રહેવું ઠીક નથી.
કંપની ક્યાંથી તેલ ખરીદશે?
ADVERTISEMENT
પરંતુ પ્રશ્ન એ છે કે જો તેલ કંપની મધ્ય પૂર્વમાંથી તેલ ખરીદતી નથી, તો તે ક્યાંથી ખરીદશે? આ પ્રશ્નનો જવાબ એક સૂત્ર દ્વારા મળી રહ્યો છે, જેમણે જણાવ્યું હતું કે માર્ચ 2027 માં પૂરા થતા નાણાકીય વર્ષ માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન મધ્ય પૂર્વના ઉત્પાદકો સાથે વાર્ષિક કરાર હેઠળ ફ્રી-ઓન-બોર્ડ (FOB) ધોરણે તેના ક્રૂડ ઓઇલ આયાતના આશરે 47% આયાત કરવાની યોજના ધરાવે છે.
સૂત્રએ જણાવ્યું હતું કે સરકારી રિફાઇનરી કંપની ગલ્ફ ઉત્પાદકો સાથે વાર્ષિક કરાર હેઠળ આવતા વર્ષે ખરીદતા ક્રૂડ ઓઇલની માત્રામાં થોડો ઘટાડો કરશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બિઝનેસ / લિસ્ટિંગ પહેલા જ Jio Platforms IPOએ તોડ્યા 3 રેકોર્ડ્સ, એક્સપર્ટે કહ્યું ''કરો સબ્સ્ક્રાઇબ''
ADVERTISEMENT
મધ્ય પૂર્વ પર ભારતની નિર્ભરતા
તમને જણાવી દઇએ કે ભારતીય રિફાઇનરીઓ પરંપરાગત રીતે તેમના વાર્ષિક ક્રૂડ ઓઇલ પુરવઠાના અડધાથી વધુ માટે મધ્ય પૂર્વ પર આધાર રાખે છે, ખાસ કરીને ભારે અને ઉચ્ચ સલ્ફર ગ્રેડ માટે. કારણ કે આ ક્ષેત્ર ઘણું નજીક છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો