ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલે 101 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોની શરૂઆત કરાવી, જાણો જીતુ વાઘાણીએ બેઠકની શું જાણકારી આપી

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલે 101 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોની શરૂઆત કરાવી, જાણો જીતુ વાઘાણીએ બેઠકની શું જાણકારી આપી

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 07:12 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સીએમે કરેલી બેઠકને લઈને માહિતી જાહેર કરી છે.

ADVERTISEMENT

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી CM ભૂપેન્દ્ર પટેલે ગત રોજ કરેલી બેઠકને લઈને જાણકારી આપી છે. જીતુ વાઘાણીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૦૧ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ની શરૂઆત કરાવી છે. ગુજરાતમાં સમાનતા રહે એ પ્રકારે નવા કેન્દ્રો શરૂ કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે ગુજરાત જીએસટી ના અમલ અને આવકમાં વધારો થયો છે. જીએસટી ની આવક સતત વધારો થયો છે. ૮,૧૬૭ કરોડની આવક સપ્ટેમ્બર ૨૦૨૬ માં થઈ છે.

રાજ્યના 34 જિલ્લામાં 394 કેન્દ્રો કાર્યરત

શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ રાજ્યમાં સતત વધારવામાં આવી રહ્યો છે. આજે નવા 101 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યના 34 જિલ્લામાં કુલ 394 જેટલા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો દ્વારા વિવિધ વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોને સસ્તા દરે ભોજનની સુવિધા આપવામાં આવશે. રાજ્યના વધુ વિસ્તારોમાં આ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ થવાથી શ્રમિકોને પોતાના કામના સ્થળની આસપાસ ભોજન મેળવવામાં સરળતા રહેશે.

આ પણ વાંચોઃ 'જ્ઞાનેશ કુમાર બચી નહીં શકે', ગોવામાં બોલ્યા રાહુલ ગાંધી, ઉઠાવ્યો એવો સવાલ કે...

45 હજાર શ્રમિકોને સસ્તા દરે ભોજન

શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે રાજ્યમાં દૈનિક ધોરણે આશરે 45 હજાર શ્રમિકોને સસ્તા દરે ભોજન આપવામાં આવશે. રોજગારી માટે ઘરથી દૂર જઈને કામ કરતા અનેક શ્રમિકોને ભોજન પાછળ ખર્ચ કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં સસ્તા દરે ભોજનની સુવિધા તેમના માટે ઉપયોગી બની શકે છે. આ યોજનાનો મુખ્ય હેતુ શ્રમિકોને ઓછા ખર્ચે ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેમની રોજિંદી જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળી શકે.

સોલાર રૂફટોપ યોજના ની જાહેરાત

જીતુ વાઘાણીએ કહ્યું કે સોલાર રૂફટોપ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. હાલ ૮.૫ લાખ ઘરો પર સોલાર રૂફટોપ લાગ્યા છે. વધારાની સ્ટેટ સબસિડીની પણ જાહેરાત કરવામાં આવી છે. બે કિલોવોટ પર ૩૦ હજાર અને ૩ કિલો માટે ૭૮ હજાર સબસિડી આપવામાં આવશે. ગ્રાહકે માત્ર ૧૦ ટકા રકમ ભરવાની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jitu vaghani news jitu vaghani

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ