ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:22 PM, 21 October 2026
1/6
દિવાળીના પાંચ દિવસીય પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણો અને નવી વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. ભગવાન ધન્વંતરિ, લક્ષ્મી માતા અને કુબેર દેવની પૂજા સાથે આ તહેવાર સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના સાથે જોડાયેલો છે. પરંતુ વર્ષ 2026માં ધનતેરસની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે કે આ તહેવાર 6 નવેમ્બરે ઉજવવો કે 7 નવેમ્બરે.
2/6
પંચાંગની ગણતરી મુજબ, આ વર્ષે ધનતેરસ શુક્રવાર 6 નવેમ્બર 2026ના રોજ ઉજવવામાં આવશે. તેરસ તિથિ 6 નવેમ્બરે સવારે 10:30 વાગ્યે શરૂ થઈને 7 નવેમ્બરે સવારે 10:47 વાગ્યા સુધી રહેશે. આ તિથિ બે દિવસ સુધી ચાલતી હોવાથી તારીખ અંગે ગૂંચવણ ઊભી થઈ છે. જોકે ધનતેરસની પૂજા સાંજના પ્રદોષકાળમાં કરવામાં આવતી હોવાથી 6 નવેમ્બરે તહેવાર મનાવવો યોગ્ય ગણાય છે.
ADVERTISEMENT
3/6
ધનતેરસના દિવસે સાંજના સમયે ભગવાન ધન્વંતરિ, લક્ષ્મી માતા અને કુબેર દેવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પંચાંગ મુજબ પૂજાના મુખ્ય સમય આ પ્રમાણે છે. જેમાં પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6:02થી રાત્રે 7:57 વાગ્યા સુધી, પ્રદોષકાળ સાંજે 5:33થી રાત્રે 8:09 વાગ્યા સુધી અને વૃષભ કાળ સાંજે 6:02થી રાત્રે 7:57 વાગ્યા સુધી રહેશે.
4/6
ધનતેરસના દિવસે સોનું, ચાંદી, સિક્કા અને ધાતુનાં વાસણો ખરીદવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ વર્ષે ત્રયોદશી તિથિ 6 નવેમ્બરની સવારે શરૂ થઈને 7 નવેમ્બરની સવારે પૂર્ણ થશે. તેથી ખરીદીનું આયોજન કરતી વખતે પોતાના શહેરના પંચાંગમાં દર્શાવેલા શુભ સમય અને ચોઘડિયાં તપાસવા યોગ્ય રહેશે.
ADVERTISEMENT
5/6
ધનતેરસ સાથે યમરાજ માટે દીવો પ્રગટાવવાની પરંપરા પણ જોડાયેલી છે જેને યમદીપદાન કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, આ દિવસે દીવો પ્રગટાવીને પરિવારના સભ્યોના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ સિવાય ભગવાન ધન્વંતરિની પૂજા આરોગ્ય અને સુખાકારીનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે માતા લક્ષ્મી અને કુબેર દેવની આરાધના ધન અને સમૃદ્ધિ સાથે સંકળાયેલી છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ