ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતમાં ટ્રેનો મોડી દોડવા પાછળ પિટ લાઇનની શું છે ભૂમિકા? જાણો શું છે આ સિસ્ટમ

photo-story

9 ફોટો ગેલેરી

કામની વાત / ભારતમાં ટ્રેનો મોડી દોડવા પાછળ પિટ લાઇનની શું છે ભૂમિકા? જાણો શું છે આ સિસ્ટમ

Last Updated: 05:58 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે ટ્રેનને આગામી મુસાફરી માટે તૈયાર કરવામાં પિટ લાઇનની મોટી ભૂમિકા હોય છે? ચાલો જાણીએ આ ખાસ રેલવે વ્યવસ્થા શું છે અને તેની ઉપલબ્ધતા ટ્રેન મોડી પડવા સાથે કેવી રીતે જોડાયેલી છે.

1/9

photoStories-logo

1. પિટ લાઇન

ભારતીય રેલવેમાં રોજ લાખો મુસાફરો સફર કરે છે. કોઈ ઓફિસ જવા માટે ટ્રેન પકડે છે તો કોઈ ઘર કે બીજા શહેર પહોંચવા માટે. જ્યારે ટ્રેન કલાકો વિલંબથી આવે છે ત્યારે મુસાફરોને ઘણી તકલીફ થાય છે. ઘણી વખત ખરાબ હવામાન, ટ્રેકના મેન્ટેનન્સ કે સિગ્નલની ખામી કારણ બને છે. પણ અમુકવાર ટ્રેનની તપાસ, સફાઈ અને મેન્ટેનન્સમાં લાગતો સમય પણ વિલંબનું કારણ બની જાય છે. આવી જ એક મહત્વની જગ્યા છે પિટ લાઇન જે વિશે ઘણા લોકો સાંભળતા હોય છે પણ તે શું છે અને ટ્રેન લેટ કેમ કરે છે તે સમજતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. પિટ લાઇન શું છે?

પિટ લાઇન રેલવે યાર્ડ કે કોચિંગ ડિપોમાં બનાવેલી એક વિશેષ પ્રકારની રેલ લાઇન છે. તેની નીચે લાંબો ખાડો કે ખાઈ જેવી જગ્યા બનાવવામાં આવે છે જેને પિટ કહેવાય છે. તેથી જ તેનું નામ પિટ લાઇન પડ્યું છે. સામાન્ય ટ્રેક પર ટ્રેનના પૈડાં અને ડબ્બા ઉપરથી દેખાય છે પણ નીચેના ભાગ સુધી પહોંચવું મુશ્કેલ હોય છે. પિટ લાઇનમાં કર્મચારીઓ નીચેના ખાડામાં ઊતરીને ટ્રેનના નીચેના ભાગની નજીકથી તપાસ કરી શકે છે. સાદા શબ્દોમાં કહીએ તો આ એવી જગ્યા છે જ્યાં કર્મચારીઓ ટ્રેનની નીચે સુધી પહોંચીને તેની સંપૂર્ણ તપાસ અને જાળવણી કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. પિટ લાઇન પર ટ્રેન સાથે શું-શું થાય છે?

જ્યારે કોઈ ટ્રેન યાત્રા પૂરી કરીને પાછી આવે છે કે આગળની યાત્રા માટે તૈયાર કરવાની હોય છે, ત્યારે રેલવેના નિયમો મુજબ તેની તપાસ અને મેન્ટેનન્સ થાય છે. આ દરમિયાન ટ્રેનને પિટ લાઇન પર લાવવામાં આવે છે. અહીં મુખ્ય કામો નીચે પ્રમાણે થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. પૈડાં અને બ્રેકની તપાસ

સુરક્ષિત સફર માટે પૈડાં અને બ્રેક સારી હાલતમાં હોવા જરૂરી છે. કર્મચારીઓ પૈડાંમાં ઘસારો, તૂટફૂટ કે બીજી ખામી તપાસે છે અને બ્રેક સિસ્ટમ પણ ચેક કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. ડબ્બાની નીચેના સાધનોની તપાસ

કોચની નીચે અનેક મહત્વના સાધનો લગાવેલા હોય છે. કર્મચારીઓ જુએ છે કે કોઈ ભાગ ઢીલો તો નથી, કોઈ સાધનમાં ખામી તો નથી કે બીજી કોઈ સમસ્યા તો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. પાણી અને બીજી સુવિધાઓની તપાસ

ટ્રેનના પ્રકાર અને ડિપોના કામ મુજબ પાણીની વ્યવસ્થા, ટોયલેટ, વીજળી અને બીજી સુવિધાઓની તપાસ કે મરામત કરવામાં આવે છે. આથી મુસાફરોને સફર દરમિયાન ઓછી તકલીફ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. ટ્રેનની સફાઈ

ડબ્બાની અંદરની સફાઈ, ટોયલેટની સફાઈ અને બીજી જરૂરી વ્યવસ્થા પણ આ સમયે થઈ શકે છે. જો કે સફાઈનું બધું કામ હંમેશા પિટ લાઇન પર જ થાય તેવું જરૂરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. ખામી મળે તો રિપેરિંગ

તપાસ દરમિયાન કોઈ સાધનમાં ખામી મળે તો તેને સુધારવામાં આવે છે. ખામી કેટલી ગંભીર છે, જરૂરી સામાન ઉપલબ્ધ છે કે નહીં અને કર્મચારીઓની જરૂરિયાત કેટલી છે – આ બાબતો પર મરામતનો સમય આધાર રાખે છે. દરેક ટ્રેનમાં દર વખતે બધા કામ એકસરખા નથી થતા. તપાસ અને મેન્ટેનન્સ ટ્રેનના પ્રકાર અને રેલવેના નિયમો પર આધારિત હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. પિટ લાઇન કારણે ટ્રેન કેમ લેટ થાય છે?

પિટ લાઇન ટ્રેનની સુરક્ષા માટે જરૂરી છે છતાં તે વિલંબનું કારણ કેમ બને છે? જેનુ કારણ એ છે કે ઘણી ટ્રેનોને એક જ ડિપોમાં તપાસ, સફાઈ અને મેન્ટેનન્સ માટે જગ્યાની જરૂર પડે છે. પિટ લાઇનની સંખ્યા લીમીટેડ હોય અને ટ્રેનોની આવનજાવન વધુ હોય તો દરેક ટ્રેનને સમયસર જગ્યા આપવી મુશ્કેલ બની જાય છે. જો એક ટ્રેનની મરામતમાં વધુ સમય લાગે કે પિટ લાઇન પર પહેલેથી બીજી ટ્રેન ઊભી હોય તો બીજી ટ્રેનને રાહ જોવી પડે છે. આ કારણે તેનો આગળનો ફેરો પણ અસરગ્રસ્ત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pit Line Works Pit Line Railways Pit Line
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ