ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે OPTની ફીનો મોટો પ્રસ્તાવ, ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડી શકે અસર!

NRI / અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે OPTની ફીનો મોટો પ્રસ્તાવ, ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડી શકે અસર!

Published By: Bijal Vyas

Last Updated: 10:27 AM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રથમ વખત OPT માટે 70,000 ડોલર અને તેના નવીનીકરણ માટે 30,000 ડોલરની ફીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ મુજબ, આ ફી વિદ્યાર્થીઓ પાસેથી સીધી વસૂલવાને બદલે કોલેજો અને યુનિવર્સિટીઓ પાસેથી વસૂલવામાં આવશે.

ADVERTISEMENT

અમેરિકામાં અભ્યાસ દરમિયાન કામ કરવું વિદેશી વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં વધુ મોંઘી બની શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' (OPT) કાર્યક્રમમાં ભાગ લેવા બદલ ભારે ફી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, આ રકમ સીધી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવાને બદલે સંબંધિત કોલેજ કે યુનિવર્સિટી પાસેથી વસૂલવામાં આવશે.

વાસ્તવમાં, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ વિદેશી વિદ્યાર્થીઓ માટે 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' (OPT) પ્રોગ્રામ હેઠળની પ્રારંભિક અરજી માટે 70,000 રુપિયા જેટલી ભારે ફી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. શાળાઓએ દરેક નવા વિદ્યાર્થીની પ્રારંભિક OPT અરજી માટે 70,000 રુપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત, પ્રોગ્રામને લંબાવવા અથવા તેનું નવીનીકરણ કરવા માટે 30,000 રુપિયાની ફીનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

શું છે OPT કાર્યક્રમ?

OPT હેઠળ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને લગતા ક્ષેત્રમાં યુએસ (US) માં કામ કરવાની તક મળે છે. સામાન્ય રીતે, વિદ્યાર્થીઓ સ્નાતક થયા પછી એક વર્ષ સુધી કામ કરી શકે છે. જોકે, STEM એટલે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રોના વિદ્યાર્થીઓને વધારાના બે વર્ષ સુધી કામ કરવાની તક મળી શકે છે.

આ પ્રસ્તાવ અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓને અસર કરી શકે છે, કારણ કે ત્યાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદેશી વિદ્યાર્થીઓ આ સંસ્થાઓ માટે ટ્યુશન ફીની આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ ઉપરાંત, આ પગલાની અસર ટેક કંપનીઓ અને અન્ય એવા ઉદ્યોગો પર પણ પડી શકે છે જે મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓની ભરતી કરે છે.

સરકારે કેમ લીધો આ નિર્ણય?

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ ફીને વિઝા કાર્યક્રમ હેઠળ થતી કથિત છેતરપિંડી અને દુરુપયોગને રોકવાના પ્રયાસ તરીકે વર્ણવી છે. વિભાગે OPT ને સસ્તા વિદેશી શ્રમ મેળવવાના માધ્યમ તરીકે ગણાવ્યું છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા 'NAFSA'એ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. સંસ્થાના સીઈઓ ફાંટા અવે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમેરિકા આવતા અટકાવવાથી અમેરિકાની નવીનતા, આર્થિક વિકાસ, રોજગારી અને વૈશ્વિક નેતૃત્વ પર અસર પડી શકે છે.

પ્રસ્તાવ પર 60 દિવસ સુધી માંગવામાં આવશે સલાહ

આ હજુ અંતિમ નિર્ણય નથી. આ પ્રસ્તાવ અંગે પોતાના અભિપ્રાયો અને વાંધાઓ રજૂ કરવા માટે જનતાને 60 દિવસનો સમય મળશે. ત્યારબાદ, DHS તેને આખરી ઓપ આપીને અમલમાં મૂકી શકે છે. જોકે, એવી શક્યતા પણ છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને વ્યાવસાયિક સંગઠનો આ પ્રસ્તાવને અદાલતમાં પડકારે. આવી કાનૂની કાર્યવાહી તેના અમલીકરણમાં વિલંબ કરાવી શકે છે.

આ પણ વાંચોઃ રશિયામાં નોકરી કરવા જઈ શકશે 70 હજાર ભરતીયો, આ સેક્ટરમાં મળી રહી છે જોબ

ટ્રમ્પ વહીવટીતંત્ર પહેલા પણ ઉઠાવી શકે છે પગલુ

ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉ વિદેશી વિદ્યાર્થીઓ અંગે અનેક કડક પગલાં લીધાં છે. ગયા વર્ષે, વહીવટીતંત્રે અચાનક હજારો વિદેશી વિદ્યાર્થીઓનો કાયદેસરનો દરજ્જો રદ કરી નાખ્યો હતો અને ઘણાને અટકાયતમાં લઈને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ ઉનાળાની શરૂઆતમાં, વહીવટીતંત્રે એક નિયમને આખરી ઓપ આપ્યો હતો જેના હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અમેરિકામાં ચાર વર્ષથી વધુ સમય સુધી રહેવા માટે સંઘીય સરકારની મંજૂરી મેળવવી જરૂરી હતી. જોકે, એક સંઘીય અદાલતે સપ્ટેમ્બરમાં આ નિયમના અમલીકરણને અટકાવી દીધું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

70000 dollar opt fee international students in us trump admin proposes

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ