ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ટ્રાફિક પોલીસના PSI ભરત પંડ્યાની ધરપકડ, ત્રાગડ પાસે અકસ્માત કર્યો, કારમાંથી 9 બોટલ મળી
Last Updated: 03:57 PM, 5 October 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનના PSI ભરત પંડ્યાએ દારૂ પીધેલી હાલતમાં ત્રાગડ પાસે અક્સ્માત કર્યો હતો જે પછી સાબરમતી પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ગાડી પણ કબજે કરી હતી. સ્થાનિકોએ ભેગા થઈને PSIની કારમાં તપાસ કરતા દારૂની 9 જેટલી બોટલ મળી આવી હતી.
ADVERTISEMENT
PSIની કારમાંથી 9 દારૂની બોટલો મળી
તપાસ દરમિયાન PSIની કારમાંથી 9 દારૂની બોટલો મળી આવી હતી. હાલ PSI ભરત પંડ્યા M ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. PSI વિરુદ્ધ 2 અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. દારૂની બોટલો મળવાની અને નશાની હાલતમાં હોવાની ફરિયાદો નોંધવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ન્યૂડ વીડિયો કોલ રિસીવ કરવો અમદાવાદી યુવકને ભારે પડ્યો, ₹49.78 લાખમાં રોવડાવ્યો
અગાઉ પણ દારૂ પી અકસ્માત કર્યો હતો
ADVERTISEMENT
PSI ભરત પંડ્યા જ્યારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યારે પણ દારૂ પીધેલી હાલતમાં અક્સ્માત કરીને લારીઓ ઊંધી પાડી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. PSI પંડ્યાને થોડા સમય અગાઉ તેમના જ બીટમાં ફરજ બજાવતા TRB જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા મારવાની ધમકી આપી હતી. આ મામલે તેમણે ફરિયાદ પણ નોંધાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો