ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હિન્દુ યુવતીના અંગત વીડિયો ઉતારનાર ક્લબ 71 જિમ સંચાલકના 3 દિવસના રિમાન્ડ મંજૂર, રેડ દરમિયાન 1300 ફોટા મળી આવ્યા હતા
Last Updated: 12:50 PM, 5 October 2026
ADVERTISEMENT
સુરેન્દ્રનગરના ચર્ચાસ્પદ ક્લબ 71 જીમ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જીમના સંચાલક આમીન મુલતાનીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ડિજિટલ સામગ્રી, દસ્તાવેજો અને અન્ય મુદ્દામાલ અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, પોલીસને એક પત્ર મળ્યો હતો, જેમાં ‘અમને દીકરી સમજીને તપાસ કરજો’ તેવી રજૂઆત કરવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મળ્યાના આશરે 15 કલાકમાં જ પોલીસે ક્લબ 71 જીમ ખાતે રેડ કરી હોવાનું જાણવા મળે છે.
રેડ દરમિયાન પોલીસને યુવતીઓના આશરે 1,300 જેટલા ફોટા મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ ફોટા કયા સંદર્ભમાં લેવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કેવી રીતે થતો હતો તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ તપાસ ચાલુ છે.
ADVERTISEMENT

પોલીસ તપાસ દરમિયાન જીમમાંથી મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત યુવતીઓ સાથે સંકળાયેલી હોવાનું કહેવાતી ડિજિટલ સામગ્રી અને વિવિધ દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
તપાસ દરમિયાન અન્ય યુવતીઓ અંગે પણ માહિતી સામે આવી હોવાનો અહેવાલ છે. જેના આધારે પોલીસ દ્વારા સંચાલકની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલાની કડીઓ જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

ADVERTISEMENT
પોલીસ હવે કબજે કરાયેલા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજોની તપાસના આધારે વધુ માહિતી મેળવશે. રિમાન્ડ દરમિયાન આ મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તેમજ સમગ્ર ઘટનાક્રમ પાછળની હકીકત શું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ ન્યૂડ વીડિયો કોલ રિસીવ કરવો અમદાવાદી યુવકને ભારે પડ્યો, ₹49.78 લાખમાં રોવડાવ્યો
ADVERTISEMENT
નવરાત્રી પહેલાં જ ગરબાના તાલે ગૂંજી ઉઠ્યું રાજકોટનું રાજવી પેલેસ, જુઓ તલવાર રાસ
દરમિયાન, આ મામલે જો કોઈ યુવતી અથવા અન્ય વ્યક્તિ સાથે કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો તેઓ પોલીસ સમક્ષ આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે. સાથે જ પીડિતાઓની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી સાથે પોતાની ફરિયાદ નોંધાવવા માટે આગળ આવવા અપીલ કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.